Morbiતા.18
ત્રાજપર ખારી વિસ્તારમાં એક વર્ષ પૂર્વેની બોલાચાલીનો ખાર રાખી બે ઇસમોએ ધારિયું અને પાઈપ વડે આધેડને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર પાસે રહેતા રમેશભાઈ બાબુભાઈ સાતોલાએ આરોપી મહેશ ઉર્ફે મટો અમરશી વરાણીયા અને રાજેશ અમરશી વરાણીયા રહે બંને ત્રાજપર ખારી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી અને આરોપીઓને બારેક માસ પૂર્વે ગાળો બોલવા બાબતે બોલાચાલી થઇ હતી જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ લોખંડ પાઈપ અને ધારિયા વડે આધેડને માર મારી ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે