New Delhi,તા.11
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મોરેશિયસ મુલાકાતે પોર્ટ લુઈઝ પહોંચી ગયા છે. હિન્દ મહાસાગરમાં આવેલા આ ટાપુ રાષ્ટ્ર એ ભારતમાં વિદેશી રોકાણની દ્રષ્ટિએ સિંગાપોર બાદ બીજા નંબરનો સૌથી વધુ રોકાણ કરનાર દેશ છે અને આ દેશ તા.12 માર્ચને તેના રાષ્ટ્રીય દિવસ તરીકે મનાવે છે.
તે સંદર્ભમાં વડાપ્રધાન મોદીની મુલાકાત મહત્વની બની રહેશે. મોરેશિયસમાં અનેક વિકાસ યોજનાઓમાં ભારતનું મહત્વનું યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા આ ટાપુ રાષ્ટ્રમાં વસતા સેંકડો ભારતીયો સવારથી જ પોર્ટલુઈસમાં એકત્ર થયા હતા.
મોદીના આગમન સાથે તેઓએ વડાપ્રધાનને વધાવી લીધા નથી. વડાપ્રધાન શ્રી મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ અને તેમનુ સ્વાગત આ દેશના વડાપ્રધાન નવીન રામગુલામ હાજર હતા.
શ્રી મોદી અહી ભારતના સહયોગથી બનેલી 20 જેટલી યોજનાઓને ખુલ્લી મુકશે અને બાદમાં તેઓ મોરેશિયસના વડાપ્રધાન સાથે દ્વીપક્ષી મંત્રણા પણ યોજશે.
હિન્દુ મહાસાગરમાં ચીનની હિલચાલ પર નજર રાખવા મોરેશિયસ મહત્વનું પુરવાર થઈ શકે છે અને આ દેશની માલીકીના ચાગોસ દ્વીપસમુદ્ર પર હાલ બ્રિટનનો કબ્જો છે તે આ દેશને પરત સોંપવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને ભારતે પણ ટેકો આપ્યો હતો. આમ આ ક્ષેત્રમાં ભારત-અમેરિકા સાથે રહીને કામ કરશે તે નિશ્ર્ચિત બની રહ્યુ છે.