Mithapur  દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત સામે ફરિયાદ

Share:

Mithapur તા.૧૪

દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. ૩૩) ની હોટલમાં પૂર્વયોજિત કાવતરું રચીને એક કાર્ડ હોલ્ડરના ઓફલાઈન કાર્ડમાંથી  મારફતે રૂપિયા ૭૫,૦૯૯ની રકમ હોટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને હોટેલના ભાડાના ભરેલા રૂપિયા ૫૦,૦૦૦ પરત લઈ અને હોટલ બિલના રૂપિયા ૭૫,૦૯૯ની યેનકેન પ્રકારે છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં છત્તીસગઢ રાજ્યના રાજનંદગાવ વિસ્તારમાં રહેતા યશ જુમાણી, આદિત્યસિંહ સોલંકી, ઉદિત ધનસાની, પ્રથમ મંજર, સાહિલ મોટવાણી, દીપક તેજવાણી તેમજ જયકિસત સરબજીતસિંહ નામના કુલ સાત શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *