Mithapur, તા.૨૨
દેવભૂમી દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં પોલીસને ધમકી આપી ફરજમાં રૂકાવટ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ખંભાળીયામાં પોલીસની પરેડ પ્રેકટીસ ચાલતી હતી ત્યારે આ સ્થળેથી સંજય કરમુર નામનો શખ્સ ત્યાંથી સ્કૂટરથી નીકળતા તેને પોલીસે રોકીને અહીં પરેડ ચાલતી હોય અહીંથી નહિં નીકળવા સમજાવેલ હતો પરંતુ આ શખ્સે વાત સમજવાના બદલે અસભ્ય વર્તન કરી હુમલો કર્યો હતો અને પોલીસને ધમકી આપી હતી. જેથી પોલીસે તેની સામે ગુનો નોંધેલ છે.