ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghvi ના પિતાનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

Share:

SURAT,તા.17 

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્રનું નિધન થયું છે. માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેમની તબીયત નાદુરસ્ત હતી. ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન આજે બપોરે રમેશચંદ્ર સંધવીનું નિધન થયું હતુ.

રમેશચંદ્રની તબીયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ રહેતી હતી. તેમજ કોરોનાકાળ બાદ સારવાર માટે તેમને હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. પિતાની તબીયત ખરાબ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. હાલમાં યુનિક હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી હતી.

હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રમેશચંદ્ર સંઘવી આ સાથે બીજી અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે પણ સક્રિય હતા. આ સાથે જૈન સમાજમાં સેવાભાવી વ્યક્તિ તરીકે ઓળખ બનાવી હતી. આજે સાંજે 5 વાગ્યે ઉમરા ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *