Morbiતા.10
રફાળેશ્વર ગામ નજીક ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા ૨૬ વર્ષના યુવાનનું શરીર કપાઈ જતા ગંભીર ઈજાને પગલે મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં મેપ્સ લેબોરેટરીમાં કામ કરતા સુનીલકુમાર સંતોષરાય (ઉ.વ.૨૬) નામના યુવાન ગત તા. ૦૯ ના રોજ રાત્રીના સુમારે રફાળેશ્વર નજીક મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન હડફેટે ચડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને આપઘાત કર્યો છે કે અકસ્માતે ટ્રેનની હડફેટે ચડી ગયો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે