Morbi,તા.04
શહેરની બીએસએનએલ ઓફિસમાં ઝેરી દવા પી લેતા ૪૨ વર્ષીય આધેડને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું
વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા મહમદઈરફાન ઈસ્માઈલ માથકિયા (ઉ.વ.૪૨) નામના આધેડ ગત તા. ૨૪ ના રોજ શહેરની બીએસએનએલ ઓફિસમાં કોઈ કાણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે