ઝડપથી થઈ રહેલા અર્બનાઈઝેશનની સૌથી વિકટ સમસ્યા હોય તો તે transportationની છે. Transportationનો પ્રશ્ન હલ કરવા શહેરી આયોજનમાં બ્રિજ બાંધવાથી માંડીને રસ્તા પહોળા જેવી કવાયત સતત ચાલતી રહે છે. આમ છતાં વકરી રહેલા શહેરી ટ્રાફીકનો કોઈ ઉપાય મળી નથી. પરંતુ દિલ્હીમાં આદર્શ બની રહેલ Metro Railથી ટ્રાફિકની મહાકાય સમસ્યાનો હલ મળી રહે તેવું લાગી રહ્યું છે. સસ્તી, ઝડપી અને સગવડભરી મુસાફરીની પર્યાય બની ચૂકેલી Delhi Metro Railના અનુભવે ભારતના અન્ય મોટા શહેરોમાં પણ હવે Metro Rail દોડવા લાગી છે. તો જોઈએ મુસાફરોને અને દેશને કેટલા જલ્દીથી Metro Rail મંઝીલે પહોંચાડશે?…
Indiaના કોઈ પણ મોટા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી મુસાફરી કરવી સહેલી નથી. Ahmedabad હોય કે Surat, Vadodara હોય કે Mumbai દરેક cityમાં પોતાના નોકરી, વ્યવસાય અને ધંધા અર્થે મુસાફરી કરવા નીકળતા મુસાફરના હાલ-બેહાલ થયા વિના રહેતા નથી. ક્યાંક એની બસમાં ટીંગાટોળી થાય છે તો ક્યાંક એને શટલમાં જીવના જોખમે લટકીને મુસાફરી કરવી પડે છે. Mumbai Local વિશે તો ન જાણે મુસાફરીની બાબતે કેટલીય વાયકાઓ ફરતી થઈ છે! જેમાં પેસેન્જર સ્ટેશને સ્ટેશને ફંગોળાયા કરે છે. આવી દયનીય સ્થિતી છે Indiaમાં રોજબરોજના મુસાફરોની.
પાટનગર Delhiમાં આવા ટ્રફિકના ઉકેલ માટે ૨૪ ડિસેમ્બર ૨૦૦૨ના રોજ પ્રથમ તબાની Metro Rail સેવા શરૂ થઈ. છ લાઈન નેટવર્કથી પૂરા Delhiને આવરી લેતી આ મેટ્રો રેલ સેવાથી Delhiની રોજબરોજની મુસાફરી સગવડભરી થઈ છે. વળી, Delhiની ટ્રાફિક સમસ્યાને પણ જબરજસ્ત રીતે હળવી કરી છે. દિલ્હીમાં પણ એકસમયે ટ્રાફિકની સ્થિતિ બદ્થી બદતર થઈ ચૂકી હતી કારણ કે પૂરા દેશમાં એક દિવસમાં નોંધણી થતા વાહનોનો રેકોર્ડ દિલ્હીના નામે બોલતો હતો. કલાકો ને કલાકો સુધી ટ્રાફિક જૈસે થે સ્થિતિમાં રહેતો. શહેરમાં મિનિટોની મુસાફરીમાં પણ કલાકો વેડફાતા અને જાણે આખું શહેર રસ્તા પર ઉભરાતું હોય તેવો સીન જામતો. આજકાલ આપણે અમદાવાદ, સુરતમાં જે નજારો રોજબરોજ જોઈએ છીએ તેવો નજારો દિલ્હીમાં સામાન્ય હતો.
દિલ્હીના વધી રહેલા વિસ્તાર અને ટ્રાફિક ગીચતાનો ખ્યાલ તો શહેરી આયોજનકર્તાઓને બે દાયકા અગાઉ જ આવી ચૂક્યો હતો. પણ જયાં સુધી પગ તળે રેલો ન આવ્યો ત્યાં સુધી મેટ્રો રેલની ફાઈલ પણ સરકારી દફતરમાં આમથી તેમ થતી રહી. પછી તેનું પ્લાનિંગ શરૂ થયું વર્ષ ૧૯૮૪માં. ‘દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરીટી’ અને ‘ધ અર્બન આર્ટસ કમિશને’ મળીને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઊભી કરવા પ્રપોઝલ તૈયાર કરી. ભારત સરકાર અને દિલ્હી સરકારે સાથે મળીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન(ડિએમઆરસી)ની સ્થાપના કરી. આયોજન થયાની પ્રપોઝલના છેક અઢાર વર્ષે એટલે કે ૧૯૯૮માં દિલ્હી મેટ્રોના પાયા નાંખવાની શરૂઆત થઈ. એ પછીના બાર વર્ષના ગાળામાં જ દિલ્હી મેટ્રોમાં અભૂતપૂર્વ કામ થયું ને ૧૯૦ કિ.મીનું રેલવે નેટવર્ક ઊભું થયું. Indiaમાં રેરેસ્ટ ઓફ રેર કહેવાતા આ કિસ્સામાં સમયસર પ્રોજેક્ટ પૂરા કરવાનો શ્રેય DMRCના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર E. Shridharanને જાય છે. કામ પ્રત્યે નિષ્ઠા અને દેશ માટે નિસબત ધરવાત E. Shridharanએ પણ કોઈ દંતકથા સમાન લાગે તેવી સ્પીડે અને ચોસાઈથી Metro Railનું કામ પૂરું પાડ્યું છે.
દિલ્હી Metro Railની કહાની બયાન કરવાનું કારણ માત્ર એટલું જ છે કે વસતીના કારણે બહુ ઝડપથી વિસ્તરી રહેલા દિલ્હીને ટ્રાન્સપોર્ટેશનમાં મેટ્રો આવવાથી ઊડીને આંખે વળગે તેવા પરિણામ રસ્તે ચાલતા દેખાય છે. અકસ્માત, ઇંધણની બચત અને ટ્રાફિકમાં થયેલી હળવાશ તો મેટ્રોનો મળતા લાભનો જેકપોટ જ સમજો. દિલ્હીના આ અનુભવે જ હવે ભારતભરના શહેરમાં મેટ્રો રેલના નેટવર્ક ઊભા કરવાનું આયોજન થઈ રહ્યું છે. આ માટે મુંબઈ, બેંગ્લોર અને ચેન્નઈમાં તો મેટ્રોના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. અને બીજા પણ ચાલીસ લાખથી વધુ વસતી ધરાવતા બાર શહેરોને તેમાં સમાવવામાં આવ્યા છે. સરકાર અને પ્રજા બંને માટે રાહત લઈ આવે તેવી મેટ્રો રેલ સેવાનો મહત્ત્વનું કહી શકાય તેવું જમા પાસું એ છે કે તેમાં ભવિષ્યના પચાસ વર્ષ સુધીનું આયોજન થઈ શકે છે. અને એકવાર ઊભું કરેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ફરી ફરીને બદલવું નથી પડતું. બીજુ કે દરેક ઉંમરના લોકોને અનુકૂળ પડતી અને તમામ વર્ગને પોસાતી આ સેવા એટલા સમૂહમાં લોકોને એકસાથે લાવે-લઈ જાય છે કે ટ્રાફિકનું ભારણ ઘણુ ઓછું થઈ જાય છે.
Metro Rail આપણે ત્યાં હજુ ચાર દાયકા જ પુરાણી છે. પરંતુ America, Japan અને યુરોપીય દેશોમાં મેટ્રો રેલની સેવાને એક સદીથી વધુનો સમય વીતી ચૂક્યો છે. સૌથી પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલ દોડાવનાર બ્રિટને ૧૮૬૩માં આ સેવા શરૂ કરી હતી. અગિયાર લાઈન પર Londonમાં ચાલતી મેટ્રો રેલના સેફટી પેરામીટર એટલા ઊંચા છે કે ત્યાં અકસ્માત થવાની શક્યતા નહીવત્ છે.અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પણ ન્યૂયોર્ક સિટી સબ-વે ૧૯૦૪ના સાલમાં શરૂ થઈ ચૂકી હતી. અને હવે શહેરના વ્યાપ સાથે ન્યૂયોર્ક સબ-વે એટલી વિસ્તરી ચૂકી છે કે અલગ-અલગ લાઈનમાં મુસાફરી કરતી વખતે બહુ જ ધ્યાનથી નકશા જોવા પડે. રશિયા, જાપાન અને તાઈવાન પણ મેટ્રો રેલના નેટવર્ક પાથરી ચૂક્યાને પાંચથી દસ દાયકા થઈ ચૂક્યા છે. આપણે ત્યાં કોલકાતા જેવા શહેરમાં ટ્રામ-વે ર્સિવસ સદી અગાઉથી જ ચાલે છે. પરંતુ Metro Railના મુકાબલે આવે તેવી કોઈ વ્યવસ્થા ભારતમાં શરૂ થઈ જ નહોતી. મુંબઈમાં પણ લોકલ ટ્રેનની શરૂઆત થયાને કોલકાતા ટ્રામ જેટલો જ સમય વીતી ચૂક્યો છે. પરંતુ મુંબઈ લોકલમાં સર્જાતી અવ્યવસ્થા અને તેમાં થતી ભીડના કારણે આ સેવા કેટલી જોખમી બની જાય છે તે તો તેમાં એકવાર મુસાફરી કરીએ પછી જ અનુભવી શકાય.
જો કે દેર આયે દુરસ્ત આયે તેમ હવે આપણે ત્યાં ઝડપભેર મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યાં છે. અને મળતા સમાચાર મુજબ મેટ્રોમાં લાગતા જંગી ખર્ચાને લઈને રાજય-કેન્દ્રમાં હુંસાતુંસી જોવા નથી મળી. એવુંય નથી કે મેટ્રો રેલ દાડાવવી કે તેનું નેટવર્ક ઊભું કરવું તે સરળતાથી થઈ જાય છે. દિલ્હીમાં આટલા ઝડપથી અને સુચારુરૂપે થયેલા કામ છતાંય એક-બે અકસ્માતથી કેવો હોબાળો મચે છે તે આપણે જાણીએ જ છે. મેટ્રો માટે શહેરની મધ્યમાંથી જમીન સંપાદીત કરવી, શહેરની અંધાધૂંધી વચ્ચે તેનું કન્ટ્રક્શન કરવું, જૂની પુરાણી બિલ્ડીંગ નીચેથી અન્ડરગ્રાઉન્ડ ટનલ બનાવવી, કામને સમયસર પહોંચી વળવા જેવી અનેક ચેલેન્જિગ બાબતો છે. આમાંથી કોઈ પણ એક બાબત પૂરા પ્રોજેક્ટની વાટ લગાવવા કાફી છે. કોલકાતા મેટ્રો રેલના આવા જ હાલ થયા હતા ને.
પરંતુ ઓવરઓલ જોઈએ તો એકવાર મેટ્રો ટ્રેન શહેરની વચ્ચેથી દોડતી થઈ જાય તો તેના પરિણામ સંતોષકારક હોય છે. તેવું દિલ્હી અને જયાં આ સેવાના અનુભવ છે તે બેંગ્લોર અને કોલકાતાના લોકોનું માનવું છે. અને સૌથી મહત્ત્વની વાત કે પર્યાવરણ માટે મેટ્રો આશિર્વાદ સમાન છે. કારણ તેમાં બહું જ ઓછા પ્રદૂષણે હજારો લોકો કામના સ્થળે પહોંચી જાય છે. બાકી કોઈપણ શહેરના વ્યસ્ત રસ્તાની કલ્પના કરી લો જેમાં ઈંધણ તો ધુમાડેે જતું હોય ને પ્રદૂષણની બીજી બલા શહેર અને લોકો માથે ઊભી જ હોય.
હવે જે દેશમાં કરોડોની સંખ્યામાં વ્યક્તિગત વાહન મોજૂદ હોય અને વધારામાં દરવર્ષે તેમાં ૨૬ લાખ વાહન ઉમેરાતા હોય, હજુ આવી જંગી સંખ્યામાં વાહનો ઉમેરાવાના હોય, તથા જયાં રસ્તા પહોળા કરવાની અને બ્રિજ બનાવવાની મર્યાદા આવી ગઈ હોય ત્યાં હવે મેટ્રો રેલ જેવો જ વિકલ્પ આપણી પાસે રહે છે. આશા છે કે મેટ્રો રેલ વિશે જે ખયાલ અને સપનાઓ આપણે જોયા છે તે બહુ જલદી સાકાર થાય!
Metro Rail: શહેરના વકરતા જતા ટ્રાફિકમાં મંઝિલે પહોંચાડવામાં અસરકારક
