Rajkot: રૂ.૪.૬૦ લાખના ચેક રિટર્ન કેસમાં સભાસદને ૧ વર્ષની જેલની સજા

Share:
ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીને    વળતર ન ચુકવે તો વધુ ૩ માસની સાદી કેદ
Rajkot,તા.07
ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીમાંથી લોનના ચડત હપ્તાનો ચેક રિટર્ન થવા અંગેના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં સભાસદને કોર્ટે તકસીરવાર ઠરાવી ૧ વર્ષની  જેલની સજા તેમજ ચેકની રકમ મુજબનું વળતર એક માસમાં ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સાદી કેદની સજા પણ આદેશ કર્યો છે.આ ફરિયાદની વિગત મુજબ, ધનવર્ષા ક્રેડિટ કો-ઓપ. સો. લી.માંથી જગદીશ ખોડાભાઈ રાતડીયા એ રૂ.૮ લાખની સ્થાવર મિલ્કત ઉપર લોન લીધી હતી. ત્યારબાદ જગદીશ રાતડીયાએ લોનના ચડત હપ્તા પેટે મંડળીને  રૂ.૪.૬૦ લાખનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં રજૂ કરવામાં આવતા પીપીએસ નોટ કન્ફર્મ્ડના શેરા સાથે તા.૨/ ૯/ ૨૨ના રોજ પરત ફરેલ હતો. જેથી કો-ઓપરેટીવ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર ગિરીરાજસિંહ મુળુરાજસિંહ જાડેજાએ એડવોકેટ અમિત ગડારા મારફત લીગલ નોટિસ પાઠવ્યા બાદ રાજકોટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચેક રિટર્ન થયાની ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સદરહુ કેસ ચાલતા ફરીયાદીના એડવોકેટની દલીલો માન્ય રાખી, અદાલતે નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ના ગુના સબબ આરોપી જગદીશ ખોડાભાઈ રાતડીયાને તકસીરવાર ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૪.૬૦ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને જો આરોપી વળતર ન ચુકવે તો વધુ ૩ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ  એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી. કે. દસોંડી દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં ફરીયાદી  કો-ઓપ.સો. લી. વતી ઘારાશાસ્ત્રી અમિત વી. ગડારા, નીખીલ ઝાલાવડીયા, કેતન જે. સાવલીયા,, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, ડેનીશ વિરાણી રોકાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *