MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

Share:

સોનાના વાયદામાં રૂ.322ની સાપ્તાહિક ધોરણે નરમાઈઃ ચાંદીના વાયદામાં રૂ.1,921 અને ક્રૂડ તેલના વાયદામાં રૂ.98નો ઉછાળો

કોટનખાંડી વાયદો રૂ.660 ઘટ્યોઃ મેન્થા તેલ, નેચરલ ગેસ, બિનલોહ ધાતુઓના વાયદાઓ પણ નરમઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,49,090 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.1123506 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.25 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 21થી 27 માર્ચ સુધીના સપ્તાહ દરમિયાન 82,60,382 સોદાઓમાં કુલ રૂ.12,72,623.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,49,090.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1123506.79 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,57,184 સોદાઓમાં રૂ.1,03,919.11 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.88,431ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.88,619 અને નીચામાં રૂ.87,172ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.322 ઘટી રૂ.88,384ના ભાવે પહોંચ્યો હતો.  ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.389 ઘટી રૂ.71,704 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.42 ઘટી રૂ.9,024ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.433 ઘટી રૂ.88,213ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.99,000ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1,01,543 અને નીચામાં રૂ.97,147ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,921 વધી રૂ.1,01,313ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,854 વધી રૂ.1,01,171 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,848 વધી રૂ.1,01,161 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,05,634 સોદાઓમાં રૂ.16,780.08 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.908.60ના ભાવે ખૂલી, રૂ.8.30 ઘટી રૂ.901.60 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.9.40 ઘટી રૂ.251.20 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.25 ઘટી રૂ.273ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.9.30 ઘટી રૂ.251.60 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.182.15 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.3.05 ઘટી રૂ.272.90 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 6,79,607 સોદાઓમાં રૂ.28,358.56 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,915ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,035 અને નીચામાં રૂ.5,849ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.98 વધી રૂ.5,995 બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.99 વધી રૂ.5,995 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.346ના ભાવે ખૂલી, રૂ.14.10 ઘટી રૂ.337.90 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 14.6 ઘટી 337.7 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.33.03 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.53,670ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,400 અને નીચામાં રૂ.53,670ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.660 ઘટી રૂ.53,900ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.40 ઘટી રૂ.927.30 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.70,782.98 કરોડનાં 80,292.642 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.33,136.13 કરોડનાં 3,334.049 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.4,599.73 કરોડનાં 77,40,160 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.23,758.83 કરોડનાં 70,29,73,000 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.2,176.72 કરોડનાં 85,368 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.309.52 કરોડનાં 17,075 ટન તાંબાના વાયદાઓમાં રૂ.11,497.38 કરોડનાં 1,26,768 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,796.46 કરોડનાં 1,01,305 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.18.37 કરોડનાં 13,824 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.14.66 કરોડનાં 158.04 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 23,648.104 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,022.548 ટન, તાંબાના વાયદાઓમાં 22,682.500 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 21,400 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,621 ટન તથા જસત અને જસત-મિનીમાં 14,303 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 7,20,020 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 1,85,67,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 10,944 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 87.12 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.25.48 કરોડનાં 301 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 101 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 21,010 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 21,156 અને નીચામાં 20,767 બોલાઈ, 389 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 129 પોઈન્ટ ઘટી 21,150 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1123506.79 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.598648.19 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.28374.2 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.272593.34 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.212594.65 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *