MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

Share:

સોનાના વાયદામાં રૂ.600 અને ચાંદીના વાયદામાં રૂ.1,454નો કડાકોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.28 ઢીલો

કોમોડિટી વાયદાઓમાં રૂ.12945 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.51734 કરોડનું ટર્નઓવરઃ સોનાચાંદીના વાયદાઓમાં રૂ.10166 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 20943 પોઇન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર બપોરે 3-30 વાગ્યા સુધીમાં વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.64683.59 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12945.67 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.51734.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20943 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.513.17 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.10166.19 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88431ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88474 અને નીચામાં રૂ.88062ના મથાળે અથડાઈ, રૂ.88706ના આગલા બંધ સામે રૂ.600 ઘટી રૂ.88106ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.334 ઘટી રૂ.71822 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.55 ઘટી રૂ.8992 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.554 ઘટી રૂ.88092ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.99000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.99000 અને નીચામાં રૂ.97830ના મથાળે અથડાઈ, રૂ.99392ના આગલા બંધ સામે રૂ.1454 ઘટી રૂ.97938ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.1347 ઘટી રૂ.97970ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.1338 ઘટી રૂ.97975ના સ્તરે પહોંચ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.1404.95 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.8.1 ઘટી રૂ.899.3ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.1.75 ઘટી રૂ.273.6ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.1.8 ઘટી રૂ.259.75ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 85 પૈસા ઘટી રૂ.178.5ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1406.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ એપ્રિલ વાયદો બેરલદીઠ રૂ.5915ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5929 અને નીચામાં રૂ.5862ના મથાળે અથડાઈ, રૂ.5897ના આગલા બંધ સામે રૂ.28 ઘટી રૂ.5869 થયો હતો. ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.25 ઘટી રૂ.5871 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.8.2 ઘટી રૂ.337 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.8.5 ઘટી રૂ.336.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોમાં મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.925ના ભાવે ખૂલી, રૂ.9.7 ઘટી રૂ.921.4ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો ખાંડીદીઠ રૂ.310 ઘટી રૂ.53040 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.6618.03 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3548.16 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.987.47 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.124.27 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.40.83 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.252.38 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.250.61 કરોડનાં કામકાજ થયાં હતાં. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1156.20 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.87 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21793 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 33015 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 8403 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 112438 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 21400 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 31702 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 113375 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 5677 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20586 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ માર્ચ વાયદો 21050 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 21050 પોઇન્ટના સ્તર અને નીચામાં 20943 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 156 પોઇન્ટ ઘટી 20943 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.3 ઘટી રૂ.162.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.1 ઘટી રૂ.6.2ના ભાવે બોલાયો હતો.

સોનું માર્ચ રૂ.89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.249.5 ઘટી રૂ.157 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.598 ઘટી રૂ.1893.5 થયો હતો. તાંબું માર્ચ રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.02 ઘટી રૂ.0.83ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 28 પૈસા ઘટી રૂ.0.07 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.7800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 90 પૈસા વધી રૂ.8.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.95 ઘટી રૂ.6.3 થયો હતો. સોનું-મિની માર્ચ રૂ.89000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.233 ઘટી રૂ.156 થયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.508.5 ઘટી રૂ.1817ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ એપ્રિલ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.14.6 વધી રૂ.200.9 થયો હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.5 વધી રૂ.9.5 થયો હતો.

સોનું માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.144 વધી રૂ.430 થયો હતો. આ સામે ચાંદી એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.515.5 વધી રૂ.2630 થયો હતો. તાંબું માર્ચ રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.32 વધી રૂ.4.09ના ભાવે બોલાયો હતો. જસત માર્ચ રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 39 પૈસા ઘટી રૂ.0.81ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની એપ્રિલ રૂ.5900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.05 વધી રૂ.202.9 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ રૂ.340ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.5 વધી રૂ.9.55ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ રૂ.88000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.133.5 વધી રૂ.440ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.524.5 વધી રૂ.2520 થયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *