સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.2,539 અને ચાંદીમાં રૂ.1,055નો ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,25,722 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 999317.77 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.21 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 15 થી 21 નવેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 106,98,127 સોદાઓમાં કુલ રૂ.11,25,060.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,25,721.81 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 999317.77 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,23,329 સોદાઓમાં રૂ.74,496.53 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.74,179ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,765 અને નીચામાં રૂ.73,890 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,539 વધી રૂ.76,693ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,325 વધી રૂ.61,850 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.162 વધી રૂ.7,707ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,538 વધી રૂ.76,689ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.89,200ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.91,450 અને નીચામાં રૂ.88,310 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,055 વધી રૂ.89,925 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,036 વધી રૂ.89,650 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,045 વધી રૂ.89,663 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,42,024 સોદાઓમાં રૂ.17,287.49 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.800ના ભાવે ખૂલી, રૂ.27.15 વધી રૂ.824.45 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.10.30 વધી રૂ.245.40 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.30 વધી રૂ.181ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.90 વધી રૂ.281ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.9.70 વધી રૂ.245.30 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.80 વધી રૂ.180.85 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.4.90 વધી રૂ.280.60 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 8,29,713 સોદાઓમાં રૂ.33,902.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,763ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,958 અને નીચામાં રૂ.5,649 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.130 વધી રૂ.5,905 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.120 વધી રૂ.5,906 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.236ના ભાવે ખૂલી, રૂ.38.90 વધી રૂ.278.20 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 38.8 વધી 278.3 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.34.91 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,900 અને નીચામાં રૂ.53,390 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,010 ઘટી રૂ.54,360ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.17.80 ઘટી રૂ.913.80 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.38,251.09 કરોડનાં 50,523.123 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.36,245.44 કરોડનાં 3,995.477 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.8,646.00 કરોડનાં 1,48,60,230 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.25,256.88 કરોડનાં 95,32,21,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.3,125.84 કરોડનાં 1,28,199 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.537.30 કરોડનાં 29,849 ટન તાંબાના વાયદાઓમાં રૂ.9,463.99 કરોડનાં 1,16,975 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,160.36 કરોડનાં 1,49,309 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.16.07 કરોડનાં 11,664 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.18.78 કરોડનાં 202.32 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,409.095 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,333.781 ટન, તાંબાના વાયદાઓમાં 26,125.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 27,102 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 4,612 ટન તથા જસત અને જસત-મિનીમાં 19,954 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 13,46,430 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,99,61,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 14,016 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 277.56 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.20.75 કરોડનાં 221 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 94 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 18,500 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,990 અને નીચામાં 18,373 બોલાઈ, 617 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 492 પોઈન્ટ વધી 18,936 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 999317.77 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 220121.17 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 112279.87 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 421218.31 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 236055.38 કરોડનાં કામકાજ થયાં હતાં.