MCX વિક્લીમાર્કેટરિપોર્ટ 

Share:

સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.2,097 અને ચાંદીમાં રૂ.2,297નો ઉછાળોઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.165 લપસ્યો

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોટનખાંડી વાયદો રૂ.710 ઘટ્યોઃ નેચરલ ગેસ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,26,097 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.870559 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.33 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 જાન્યુઆરી સુધીના સપ્તાહ દરમિયાન 86,91,222 સોદાઓમાં કુલ રૂ.9,96,690.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,26,097.86 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.8,70,559.42 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,49,705 સોદાઓમાં રૂ.84,478.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.79,700ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.81,835 અને નીચામાં રૂ.79,500ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,097ના ઉછાળા સાથે રૂ.81,723ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,377 ઊછળી રૂ.65,538 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.144 વધી રૂ.8,075ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,945ના ઉછાળા સાથે રૂ.81,539ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.91,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.93,799 અને નીચામાં રૂ.89,369ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,297ના ઉછાળા સાથે રૂ.93,446ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,166ની તેજી સાથે રૂ.93,304 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,170ની વૃદ્ધિ સાથે રૂ.93,295 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,00,835 સોદાઓમાં રૂ.12,722.73 કરોડના વેપાર થયા હતા. તાંબુ ફેબ્રુઆરી વાયદો રૂ.835.25ના ભાવે ખૂલી, રૂ.0.15 વધી રૂ.832.50 જ્યારે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.15 વધી રૂ.252.10 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.180ના ભાવ થયા હતા. જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.35 ઘટી રૂ.267ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.25 વધી રૂ.252.25 સીસુ-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.180.05 જસત-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.4.40 ઘટી રૂ.267.55 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,28,596 સોદાઓમાં રૂ.28,858.19 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,443ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,499 અને નીચામાં રૂ.6,250ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.165ના ભાવઘટાડા સાથે રૂ.6,319 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ફેબ્રુઆરી વાયદો રૂ.165 ઘટી રૂ.6,322 બંધ થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.300ના ભાવે ખૂલી, રૂ.28.60 ઘટી રૂ.269.10 અને નેચરલ ગેસ-મિની ફેબ્રુઆરી વાયદો 28.9 ઘટી 269.1 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.38.48 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.54,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,800 અને નીચામાં રૂ.51,310ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.710ના ભાવઘટાડા સાથે રૂ.53,610ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.60 ઘટી રૂ.924.50 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.47,217.15 કરોડનાં 58,667.571 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.37,261.31 કરોડનાં 4,053.889 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.6,381.12 કરોડનાં 10,013,990 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.22,477.07 કરોડનાં 784,721,500 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,965.06 કરોડનાં 78,298 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.356.27 કરોડનાં 19,938 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,911.03 કરોડનાં 83,105 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.3,490.37 કરોડનાં 130,177 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.25.55 કરોડનાં 19,248 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.12.93 કરોડનાં 139.68 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 20,949.480 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,133.719 ટન, તાંબાના વાયદાઓમાં 17,670 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 23,521 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 3,846 ટન તથા જસત અને જસત-મિનીમાં 23,173 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 928,270 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 30,062,500 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 15,936 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 165.6 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.32.77 કરોડનાં 338 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 125 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 19,350 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,679 અને નીચામાં 19,172 બોલાઈ, 507 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 277 પોઈન્ટ વધી 19,668 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.870559.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.237234.38 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.25795.65 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.483337.32 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.115259.14 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *