Kejriwal ની રાજીનામાની જાહેરાત પર ભડક્યા માયાવતી

Share:

New Delhi,તા.૧૭

દિલ્હીના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે. દિલ્હીમાં નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી મળી ગઈ છે. અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી દિલ્હીના નવા સીએમ બનશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આતિશીના નામ પર સહમતિ દર્શાવી છે. આ પછી વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. આ દરમિયાન મ્જીઁ સુપ્રીમો માયાવતીએ અરવિંદ કેજરીવાલના રાજીનામા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે તેને રાજકીય દાવપેચ ગણાવ્યો.માયાવતીએ ‘ઠ’ પર લખ્યું, “દિલ્હીના સીએમ પદ પરથી શ્રી અરવિંદ કેજરીવાલનું રાજીનામું વાસ્તવમાં તેમની ચૂંટણીલક્ષી ચાલ અને જનહિત/કલ્યાણથી દૂર રાજકીય દાવપેચ છે, પરંતુ તેઓ લાંબા સમયથી જેલમાં હોવાને કારણે દિલ્હીના લોકોએ જે અગણિત અસુવિધાઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે તેનો જવાબ કોણ આપશે?

તેમણે વધુમાં કહ્યું હતું કે, “સરકાર અને વિપક્ષ વચ્ચેની રાજકીય લડાઈ દુશ્મનાવટના સ્તર સુધી કડવી ન હોય તો સારું રહેશે જેથી દેશ અને જનહિતને અસર ન થાય. બસપાની યુપી સરકારને પણ એવા દિવસો જોવા પડ્યા જ્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે જેવર એરપોર્ટ અને ગંગા એક્સપ્રેસને પણ બંધ કરી દીધી અને જાહેર હિત અને વિકાસમાં અવરોધ ઊભો કર્યો.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મંત્રી આતિશીને તેમના સ્થાને આગામી મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સર્વસંમતિથી સ્વીકારી લીધો હતો. કેજરીવાલે રવિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસશે જ્યારે લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. આતિશી પાર્ટી અને સરકારનો મુખ્ય ચહેરો છે અને તેઓ નાણાં, શિક્ષણ અને ઁઉડ્ઢ (પબ્લિક વર્ક્‌સ ડિપાર્ટમેન્ટ) સહિત અનેક વિભાગોનો કાર્યભાર સંભાળે છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *