Germanyમાં કર્મચારીઓની હડતાળને કારણે ઘણી ફ્લાઇટ્‌સ રદ, મુસાફરો ચિંતામાં મૂકાયા

Share:

Berlin ,તા.૧૧

ફ્રેન્કફર્ટ અને મ્યુનિક અને દેશના અન્ય તમામ મુખ્ય સ્થળો સહિત જર્મનીના ૧૩ એરપોર્ટ પર કામદારોની એક દિવસીય હડતાલને કારણે મોટાભાગની ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રના કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને એરપોર્ટ પરના અન્ય કર્મચારીઓએ મધરાતથી ૨૪ કલાકની હડતાળ શરૂ કરી હતી. કર્મચારીઓએ શુક્રવારે હડતાળની જાહેરાત કરી હતી. દિવસ દરમિયાન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર ૧,૧૧૬ ફ્લાઇટ્‌સ આવવાની હતી, પરંતુ તેમાંથી ૧,૦૫૪ રદ કરવામાં આવી હતી. અન્ય એરપોર્ટ પરની ફ્લાઈટ કામગીરીને પણ અસર થઈ હતી.

બર્લિન એરપોર્ટ પર તમામ નિયમિત પ્રસ્થાન અને આગમન રદ કરવામાં આવ્યા છે, જ્યારે હેમ્બર્ગ એરપોર્ટે જણાવ્યું હતું કે કોઈ ફ્લાઇટ્‌સ પ્રસ્થાન કરશે નહીં.કોલોન/બાહન એરપોર્ટે જણાવ્યું હતું કે સોમવારે કોઈ નિયમિત પેસેન્જર સેવાઓ નહીં હોય અને મ્યુનિક એરપોર્ટે મુસાફરોને ફ્લાઈટ્‌સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની જાણ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *