ગેંગસ્ટરની વાર્તા પર આધારિત ફિલ્મ હશે
આવતા મહિને શૂટિંગ શરુ થશે અને આગામી વર્ષે રીલિઝનું પ્લાનિંગ
Mumbai,તા.09
રાજકુમાર રાવ અને માનુષી છિલ્લરની જોડી પ્રથમ વખત રૂપેરી પડદે જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા મહીને શરૂ થવાનું છે. રાજકુમાર રાવ એક ગેન્ગસ્ટેર ડ્રામા પર આધારિત ફિલ્મમાં કામ કરવાનો છે એવા સમાચાર ઘણા સમય પહેલા હતા. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, હિરોઈન તરીકે માનુષી છિલ્લરને રોલ ઓફર કરાયો છે. આમ, પ્રથમ વખત રાજકુમાર રાવઅને માનુષી છિલ્લરની જોડી રૂપેરી પડદે જોવા મળશે. આગામી મહિનામાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થશે અને આવતાં વર્ષે રીલિઝ કરી દેવાશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ પ્રથમ વખત ગેન્ગસ્ટરના રોલમાં જોવા મળવાનો છે. લાંબા સમય બાદ તે કોમેડી ફિલ્મોથી બ્રેક લેશે.