Manipur માં ૯૦૦થી વધુ કુકી આતંકી ઘુસ્યાની શંકા

Share:

આ આતંકવાદીઓને ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઇલ્સ, મિસાઇલ અને જંગલ યુદ્ધની તાલીમ આપવામાં આવી છે

Manipur,તા.૨૧

મણિપુર હિંસા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી શાંતિ આવી નથી. દરમિયાન ગુપ્તચર અધિકારીઓએ એક મોટી ચેતવણી જારી કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુપ્તચર માહિતી અનુસાર ૯૦૦થી વધુ કુકી આતંકવાદીઓ મ્યાનમારથી મણિપુરમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. ઇન્ટેલ એલર્ટ અનુસાર આ તે આતંકવાદીઓ છે જેમને ડ્રોન આધારિત બોમ્બ, પ્રોજેક્ટાઇલ્સ, મિસાઇલ અને જંગલ યુદ્ધની તાલીમ આપવામાં આવી છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, આતંકવાદીઓ ૩૦ સભ્યોના જૂથમાં હોવાના અહેવાલ છે અને હાલમાં તેઓ જુદા જુદા વિસ્તારોમાં છે. આતંકવાદીઓ ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ ની આસપાસ મેઇટી ગામો પર બહુવિધ હુમલાઓ કરે તેવી માહિતી છે. દરમિયાન, મણિપુર સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે ગુપ્તચર અહેવાલની પુષ્ટિ કરતા કહ્યું, જ્યાં સુધી તે ખોટા સાબિત ન થાય ત્યાં સુધી અમે માનીએ છીએ કે તે ૧૦૦% સાચું છે.

દરમિયાન, મણિપુરમાં સુરક્ષા એજન્સીઓએ રાજ્યમાં ડ્રોનના ઉપયોગ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (ર્જીંઁ) લાગુ કરી નથી, એમ કુલદીપ સિંહે જણાવ્યું હતું. આ મુજબ, અધિકારીઓની પરવાનગી વિના કોઈને પણ આ ઉપકરણોને ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તાજેતરમાં, મણિપુર પોલીસ સાથે ભારતીય સેનાના સંયુક્ત ઓપરેશનમાં ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના પહાડી વિસ્તારોમાં ઇમ્પ્રુવાઇઝ્‌ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (ૈંઈડ્ઢ)નો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઓપરેશન બોંગજાંગ અને ઈથમ ગામો પાસે થયું હતું. મણિપુરમાં ૩ દિવસ પહેલા મંગળવારે જીરીબામ જિલ્લામાં ફાયરિંગની ઘટના બની હતી. આતંકવાદીઓએ જિલ્લાના મીતેઈ ગામમાં હુમલો કર્યો હતો. આ દરમિયાન ગામની સુરક્ષા માટે તૈનાત સ્વયંસેવકોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. કહેવાય છે કે આતંકવાદીઓએ ગામમાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કોઈને ઈજા થઈ નથી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *