Jamnagar માં રણજીત સાગર રોડ પરથી એક શખ્સ મોબાઇલ ફોનમાં આઈડી મારફતે ક્રિકેટનો સટો રમતાં પકડાયો

Share:
Jamnagar તા ૨૧
જામનગરમાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા રણજીત સાગર રોડ પરથી વધુ એક શખ્સને પોતાના મોબાઈલ ફોનમાં આઈડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી લીધો છે.
 જામનગરમાં સરદાર પાર્ક વિસ્તારમાં રહેતો નિકુંજ જમનભાઈ નામનો ૨૯ વર્ષનો પટેલ યુવાન ગઈકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્રિકેટ મેચ પર પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમતા રંગે હાથ પકડાયો હતો.
 પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન કબજે કરી લઈ તેની પૂછપરછ શરૂ કરી છે, જ્યારે તેની સામે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અંગે નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *