પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે કાર રજી નંબર જીજે-૦૪-ઇઇ-૨૨૩૯ માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચાવડીગેઈટ થી નિલમબાગ તરફ જનાર છે. જે બાતમી આધારે ચાવડીગેટ નજીક વોચમાં રહેતા આવી રહેલી કારને અટકાવી તલાસી લેતા ભારતીય બનાવટ તથા ફોરેન મેડનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો ૧૬૮ મળી આવતા પોલીસે કાર ચાલક રાજદિપસિંહ ઘનશ્યામસિંહ ગોહીલ (ઉ.વ.૩૫, રહે.કુમારશાળા પાસે, ગામ અવાણીયા, તા.ઘોઘા જી. ભાવનગર હાલ રહે.ગૃપ-૦૮, ગોંડલ)ને દારૂ,મોબાઈલ કાર મળી કુલ રૂ.૭,૮૧,૮૩૨ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
દરમિયાનમાં, પકડાયેલા રાજદિપસિંહ નામના શખ્સની પૂછપરછ કરતા ભાવનગર, ઘોઘારોડ, શીતળામાતાના મંદિર સામે રહેતા રામદેવસિંહ ગુમાનસિંહ ગોહીલને આ દારૂનો જથ્થો આપવાનો હતો.તેમજ આ દારૂનો જથ્થો મંગાવનાર તથા ચંડીગઢ ખાતે સાથે દારૂ લેવા જનાર મુકેશ ઉર્ફે મેક્સી બુધાભાઈ બારૈયા (રહે. બાપા સીતારામ સોસાયટી, તરસમીયા રોડ) હોવાની કબૂલાત કરતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.