Rajkot,તા.17
શહેર એસઓજી ટીમે સાત વર્ષ પૂર્વે દાખલ થયેલ એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે. વર્ષ 2018માં રૈયા રોડ પરથી ઝડપાયેલ 3.73 કિલો ગાંજાના મામલામાં બેડીપરાના રાણાભાઇ રાજુભાઈ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
એસ.ઓ.જી શાખાના પીએસઆઈ એસ.બી.ઘાસુરાની એનડીપીએસના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલ તથા અમિતકુમાર ટુડિયાની સંયુકત રીતે ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018ના નવેમ્બર માસમાં રૈયા રોડ પરથી હનુમાન મઢી ચોક નજીકથી કારમાંથી 3.7316 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મુંજકાના સાગર વજુ જળુંની ધરપકડ કરવામાં આવી હતી. જે ગુનામાં છેલ્લા સાત વર્ષથી નાસતો ફરતા આરોપી રાણા રાજુભાઈ ચૌહાણ રહે. મકાન નં.૧૧૫૫, રીધ્ધી સિધ્ધી સોસાયટી, શેરી નં.૯/સી દુધસાગર રોડ, બેડીપરા અને હાલ રહે રાધાકૃષ્ણનગર શેરી નંબર 16, જંગલેશ્વરવાળાને પકડી પાડવામાં આવ્યો હતો.
.