15 વર્ષ સુધી પાડોશીનું Light Bill ચૂકવતો રહ્યો વ્યક્તિ, મામલો જાહેર થયો તો બધા ચોંકી ગયા

Share:

California,તા.23

અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. ઘટના એવી બની કે અહીં એક વ્યક્તિને ખબર પડી કે તે 15 વર્ષથી તે તેના પાડોશીનું લાઈટ બિલ ચૂકવી રહ્યો છે. પેસિફિક ગેસ એન્ડ ઇલેક્ટ્રિકનો  (PG&E) ગ્રાહક કેન વિલ્સન વર્ષ 2006થી વેકાવિલેના એક એપાર્ટમેન્ટમાં એકલો રહે છે. તેમ છતાં તેનું લાઈટ બિલ તેના વપરાશ કરતા વધુ આવતું હતું. આથી તેને શંકા ગઈ અને તેણે સ્થાનિક વીજ કંપનીમાં તપાસ કરતા આ ચોંકાવનારી ભૂલનો ખુલાસો થયો હતો. આ ઘટસ્ફોટ બાદ વીજ કંપનીએ માફી માંગી હતી.

15 વર્ષથી પાડોશીનું બિલ ચૂકવતો 

વિલ્સને વીજળીનો વપરાશ પણ ઘટાડી દીધો હતો અને તે તેની ઇલેક્ટ્રિક વસ્તુઓના વોટેજને ટ્રેક પણ કરતો હતો. આ પ્રયાસો છતાં, તેનું બ્રેકર બંધ હતું ત્યારે પણ તેનું મીટરનું બિલ સતત વધતું રહ્યું. વિલ્સને આ અંગે મીડિયાને જણાવ્યું કે, ‘હું વીજળી બચાવવા અને મારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.’ હું મીટર તપાસના દરેક પ્રયત્ન કરતો તેમ છતાં મને વિશ્વાસ ન થયો. બ્રેકર બંધ કર્યા પછી પણ, હું મારું મીટર તપાસવા બહાર ગયો હતો અને તે ચાલુ હતું. આ પછી જ મને શંકા ગઈ હતી.’

તમામ પ્રયાસો બાદ પણ લાઈટ બિલમાં વધારો 

શંકાના આધારે, વિલ્સને તપાસ કરવા માટે પેસિફિક ગેસ એન્ડ ઇલેક્ટ્રિક (PG&E) એજન્સીનો સંપર્ક કર્યો અને તમામ વિગતો આપી. તપાસ બાદ જાણવા મળ્યું કે, તે 2009થી તેના પાડોશીનું લાઈટ બિલ ચૂકવતો હતો.

વીજ કંપનીએ માફી માંગી

PG&Eના અધિકારી જણાવ્યું હતું કે, ‘અમારી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે ગ્રાહકના એપાર્ટમેન્ટ મીટર નંબરનું બિલ અન્ય એપાર્ટમેન્ટમાં મોકલવામાં આવી રહ્યું હતું. આથી આ કંપનીએ ભૂલ માટે માફી માંગી અને કહ્યું કે તેઓ સમસ્યાનું સમાધાન લાવશે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *