Morbi,તા.05
મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમે પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગા (ઉ.વ.૪૪) રહે જુના નાગડાવાસ તા. મોરબી વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેથી તાલુકા પોલીસ ટીમે ભાવેશ ધ્રાંગાને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે