Surat,તા.18
સુરત ના માંગરોળ તાલુકામાં ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. માંગરોળના વાંકલ-બોરિયા રોડ પર એક યુવકે ચપ્પુ વડે છોકરીનું ગળું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.
ગુનો કર્યા બાદ યુવકે પોતાનું પણ ગળું પણ કાપી નાખ્યું હતું. છોકરીને પોસ્ટમોર્ટમ માટે માંગરોળ સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવી છે. યુવકને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, યુવાન નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો રહેવાસી છે.