Salman Khan ને મમતા કુલકણી મોઢા પર દરવાજો બંધ કરી દીધો હતો

Share:

Mumbai,તા.૭

૯૦ના દશકની અભિનેત્રી મમતા કુલકર્ણી હાલ એક પછી એક ધડાકા કરી રહી છે. અભિનેત્રી હાલમાં એક ખાનગી ચેનલના શોમાં આવી હતી. તે દરમિયાન અભિનેત્રીએ સલમાન ખાન અને શાહરૂખ ખાનને લઈને એવી એવી વાતો જણાવી છે કે તેમનું નિવેદન ક્ષણભરમાં જબરદસ્ત વાઈરલ થઈ રહ્યું છે. તેમાં અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે સલમાને તેમના મોઢા પર દરવાજો બંધ કરી દીધો હતો.

મમતા કુલકર્ણીએ ૧૯૯૫માં આવેલી ફિલ્મ કરણ અર્જુનના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો વર્ણવ્યો છે. અભિનેત્રીએ કહ્યું કે ચિન્ની પ્રકાશ આ ફિલ્મને કોરિયોગ્રાફર હતા. શાહરૂખ અને સલમાન બન્ને શૂટ પર ગયા હતા. હું એકલી બેઠી હતી. લગભગ અડધો કલાક બાદ ચિન્ની પ્રકાશના આસિસ્ટેન્ટે દરવાજો નોક કર્યો. મેં પુછ્યું શું થયું તો તેમણે કહ્યું કે માસ્ટરજીએ તમને બોલાવ્યા છે.

હું ઉપર ગઈ, જ્યાં સીડીઓ હતી. જ્યારે હું સીડીઓ ચઢી રહી હતી ત્યારે સલમાન અને શાહરૂખ મારી પાસેથી પસાર થયા. લગભગ ૮ વાગ્યા હશે હું માસ્ટરજી પાસે ગઈ. તેમણે મને કહ્યું કે આ અમુક સ્ટેપ્સ છે, તે તું એકલી કરીશ. મેં કહ્યું કે આ તમે શું કરી રહ્યા છો. બીજા દિવસે મારો પહેલો શોટ હતો. મારો પહેલો શોટ અપ્રૂવ થઈ ગયો.’

મમતાએ વધુમાં જણાવ્યું કે, મેં જોયું શાહરૂખ અને સલમાન મને છૂપાઈને જોઈ રહ્યા હતા. બીજો શોટ તેમનો હતો. તેમણે ઘૂંટણ પર બેસીને સ્ટેપ કરવાના હતા. ત્યાં ૫૦૦૦ લોકો હતા. આ બન્ને જણાંએ ઘણા રિટેક્સ કર્યા. એટલે સુધી કે ડાયરેક્ટર ગુસ્સે પણ થયા. અમે બધા તાત્કાલિક રૂમમાં દોડીને ચાલ્યા ગયા. મને ખબર હતી તે એક દિવસ પહેલા સાંજે તે મારી સાથે મઝાક કરી રહ્યા હતા. પરંતુ હું તેમની સાથે તે કરવા માંગતી નહોતી. જ્યારે હું તેમની પાસે ગઈ તો સલમાન ખાને મને રોકી અને મારા મોઢા પર દરવાજો બંધ કરી દીધો. આટલું થયું હતું બસ… મમતાએ કહ્યું કે સલમાન ખાન ઘણા નોટી છે અને હું ઘણી પન્ટુઅલ. તે હંમેશાં મને ટીજ કરતા હતા અને હું કહેતી હતી કે ચુપ થઈ જાવ સલમાન.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *