બ્રેકઅપની અફવાઓ વચ્ચે એક જ ઈવેન્ટમાં પહોંચ્યા Malaika and Arjun

Share:

થોડા મહિનાઓથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના બ્રેકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે

Mumbai, તા.૩૦

થોડા મહિનાઓથી અર્જુન કપૂર અને મલાઈકા અરોરા તેમના બ્રેકઅપની અફવાઓને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન બંનેની મુલાકાત મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન થઈ હતી.  મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના ડેટિંગના સમાચાર ખૂબ જ ચર્ચામાં હતા. હવે બ્રેકઅપની ચર્ચા જોરમાં છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જ્યારે અર્જુન કપૂરના જન્મદિવસ પર મલાઈકા ન તો તેના ઘરે પહોંચી કે ન તો તેને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી. આ પછી અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ પણ શેર કરી છે, જે સમાચારોમાં છે.આ અહેવાલો વચ્ચે, તે બંને ઇન્ડિયા કોચર વીક ૨૦૨૪માં ડિઝાઇનર કુણાલ રાવલના ફેશન શોમાં જોવા મળ્યા હતા. પરંતુ બંને એકબીજાને ઈગ્નોર કરતા હોય તેમ જોવા મળ્યા હતા. પાપારાઝીએ શેર કરેલા વીડિયોમાં અર્જુન કપૂર બ્લેક શેરવાનીમાં જોવા મળ્યો હતો. જ્યારે મલાઈકા સફેદ આઉટફિટમાં જોવા મળી હતી.પાપારાઝી ફૈટ્ઠિઙ્મ હ્વરટ્ઠઅટ્ઠહૈએ એક વીડિયો શેર કર્યો છે, જે બાદ મલાઈકા અને અર્જુનના બ્રેકઅપના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું છે. અગાઉ બંને કોઈ પણ કાર્યક્રમમાં સાથે જ પહોંચતા અને સાથે બેસતા, પરંતુ આ વખતે દ્રશ્ય અલગ હતું. બંને એકબીજા સાથે નહિ પણ થોડા અંતરે બેસતા અને ક્યારેક એકબીજાની અવગણના પણ કરતા. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયો જોયા પછી લોકોએ પ્રતિક્રિયા આપી અને તેમના બ્રેકઅપની પુષ્ટિ કરી અને કહ્યું કે લાગે છે કે તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે. જોકે, અત્યાર સુધી આ કપલે આ બ્રેકઅપના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ફેન અર્જુન સાથે સેલ્ફી લઈ રહ્યો છે. ત્યારે મલાઈકા પાછળથી પસાર થાય છે. અર્જુન તેમને ભીડથી બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, મલાઈકા અભિનેતાને સંપૂર્ણપણે ઈગ્નોર કરતી અને આગળ વધતી જોવા મળી રહી છે.આ વીડિયો સામે આવ્યા બાદ હવે ચાહકોએ માનવા માંડ્યા છે કે તેમના બ્રેકઅપના સમાચાર કન્ફર્મ થઈ ગયા છે. વીડિયો જોયા બાદ ઘણા લોકો માની રહ્યા છે કે વાતચીતનો અભાવ અને તેમની વચ્ચે અંતર બ્રેકઅપના સ્પષ્ટ સંકેતો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *