Ratan Tata ને ભારતરત્ન આપવા મહારાષ્ટ્ર સરકારની માંગણી

Share:

મહારાષ્ટ કેબિનેટ દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો

Mumbai,તા.૧૦

પ્રખ્યાત ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં આ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ઉદ્યોગપતિ રતન ટાટાના નામનો ભારત રત્ન એવોર્ડ માટે પ્રસ્તાવિત કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવે. મહારાષ્ટ્ર કેબિનેટના આ પ્રસ્તાવ પર હવે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર લેશે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં રતન ટાટાના નિધન પર શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.  આ પછી ભારત રત્ન એવોર્ડ માટે તેમનું નામ પ્રસ્તાવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે.

ઉલ્લેખનીય છે કે રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  તેમના અંતિમ સંસ્કાર આજે વરલીના સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.

અંતિમ દર્શન માટે આજે સવારે ૧૦ વાગ્યે નરીમાન પોઈન્ટ ખાતેના દ્ગઝ્રઁછ લૉનમાં લાવવામાં આવ્યા હતા. તેમના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા હતા.  દેશની જાણીતી રાજકીય હસ્તીઓ, ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, ફિલ્મી હસ્તીઓ, રમતગમત સાથે સંકળાયેલા લોકો તેમજ સમાજના વિવિધ ક્ષેત્રના લોકો અંતિમ દર્શન કરવા ઉમટ્યા હતા.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *