Maharashtra ,તા.૫
મહારાષ્ટ્રમાં, ફડણવીસ સરકાર લડકી બેહન યોજના હેઠળ મહિલાઓને દર મહિને ૧,૫૦૦ રૂપિયા આપી રહી છે. આ યોજનાથી મહિલાઓની આર્થિક સ્થિતિ મજબૂત થઈ છે. પરંતુ આ યોજના હેઠળ એક મોટી વાત કહેવામાં આવી છે જે મુજબ જે મહિલાઓ પાસે કાર છે તેમને લડકી બેહન યોજનાનો લાભ નહીં મળે. તમને જણાવી દઈએ કે લડકી બહેન યોજના ગયા વર્ષે ઓગસ્ટમાં એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની પાછલી સરકારે શરૂ કરી હતી. આ અંતર્ગત, પાત્ર મહિલાઓને દર મહિને ૧,૫૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. લોકસભા ચૂંટણીના પરિણામો પછી, એવું કહેવામાં આવી રહ્યું હતું કે નવેમ્બર ૨૦૨૪ માં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં શાસક ગઠબંધન મહાયુતિની જીતમાં આ યોજનાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
માઝી લડકી બેહન યોજના માટે પાત્રતા શું છે?
મહારાષ્ટ્ર સરકાર દ્વારા માઝી લડકી બહેન યોજના માટે કેટલીક પાત્રતા (શરૂઆતથી) નક્કી કરવામાં આવી છે, જેમાંપ
૧–માઝી લડકી બેહન યોજનાનો લાભ ફક્ત મહારાષ્ટ્રમાં રહેતી મહિલાઓને જ મળે છે.
૨–આ યોજના હેઠળ લાભ મેળવવા માટે ફક્ત તે મહિલાઓ જ પાત્ર બનશે જેમની ઉંમર ૨૧ થી ૬૫ વર્ષની વચ્ચે છે.
૩–આ યોજનાનો લાભ મેળવવા માટે, મહિલાના પરિવારની આવક ૨.૫ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
૪–જો મહિલાના પરિવાર પાસે ટ્રેક્ટર કે ફોર વ્હીલર હોય, તો મહિલાને યોજનાનો લાભ આપવામાં આવશે નહીં.
૫– લાડકી બહેન યોજના હેઠળ, પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલી, ત્યજી દેવાયેલી અને નિરાધાર મહિલાઓને આ યોજનાનો લાભ મળે છે.
૬–જો મહિલાના પરિવારનો કોઈ વ્યક્તિ આવકવેરો ભરે છે, તો તે મહિલાને યોજનાનો લાભ મળશે નહીં.