પંચે વિધાનસભા ચૂંટણીને કેન્દ્રમાં લઈ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે
Maharashtra , તા.૨૮
મહારાષ્ટ્રમાં ૨૬ નવેમ્બર પહેલાં વિધાનસભા ચૂંટણી યોજવામાં આવશે. જેની જાહેરાત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરી દીધી છે. વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રના પ્રવાસે છે. ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ૨૬ નવેમ્બર સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે, ચૂંટણી પંચની ટીમ ત્રણ દિવસના પ્રવાસે હતી. આ દરમિયાન પંચે વિધાનસભા ચૂંટણી ૨૦૨૪ને કેન્દ્રમાં લઈ અધિકારીઓ સાથે ઘણી બેઠકો કરી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, આ દરમિયાન રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને તેમને અમે દિવળી જેવા તહેવારને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવાનું જણાવ્યું હતું. રાજકીય પાર્ટીઓએ અધિકારીઓના ટ્રાન્સફરમાં પારદર્શિતાની માગ સાથે જ ૧૭ઝ્ર ની જોગવાઈની માગ કરી હતી. ૧૭ઝ્ર ની કોપી મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ પોલિંગ એજન્ટને આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખવી પડશે કે, કોઈ ખોટી અને ભ્રામક ખબરો ફેલાવવામાં ન આવે.
મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કુલ મતદારોની સંખ્યા ૯.૬૯ કરોડ છે. કુલ પોલિંગ બૂથોની સંખ્યા ૧,૦૦,૧૮૬ છે. શહેરી વિસ્તારોમાં ૪૨,૫૮૫ બૂથ છે અને ગ્રામીણ વિસ્તારોમાં ૫૭,૬૦૧ બૂથ છે. પોલિંગ બૂથ પર તમામ મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જે વરિષ્ઠ નાગરિકો પોલિંગ બૂથ પર નહીં પહોંચી શકે, તેમના માટે ઘરેથી મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવશે. જો અમને ચૉપરથી જવાની જરૂર પડશે, તો પણ અમે જઈશું.