New Delhi,તા.25
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો સાથે જ હવે નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ તે અંગે મહાયુતિમાં ભારે ખેંચતાણ હોવાના સંકેત છે અને તા.30 સુધીમાં નવા મુખ્યમંત્રીનો ચહેરો નિશ્ચિત થઈ શકે છે.
ઝારખંડમાં જોકે વર્તમાન મુખ્યમંત્રી હેમંત સોરેન છે અને તેના ‘ઈન્ડીયા’ જોડાણે સ્પષ્ટ બહુમતી મેળવી છે અને હેમંત સોરેને ગઈકાલે જ રાજયપાલ સમક્ષ નવી સરકાર રચવાનો દાવો કરી લીધો છે તથા તા.28 ના રોજ નવી સરકારની શપથવિધી યોજાશે શ્રી સોરેને ગઈકાલે જ મુખ્યમંત્રીપદેથી રાજીનામૂં આપીને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો અને આ રાજયમાં તમામ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ જશે.
મહારાષ્ટ્રમાં મહાયુતિના ચહેરા અંગે જબરૂ સસ્પેન્સ છે.ગઈકાલથી જ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકોનો દોર આ જોડાણમાં શરૂ થયો છે. એનસીપીનાં નેતા તરીકે વર્તમાન નાયબ મુખ્યમંત્રી અજીત પવાર ફરી ચૂંટાયા છે અને આજ રીતે વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ શિવસેના (શિંદે જુથ)ના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા પણ ભાજપે હજુ તેના ધારાસભ્યોની બેઠક સતાવાર રીતે બોલાવી નથી.
માનવામાં આવે છે કે, દિલ્હીથી ભાજપનાં નિરિક્ષકોની ટીમ મુંબઈ આવશે અને તેઓ પક્ષનાં ધારાસભ્યોની સાથે વન-ટુ-વન બેઠકો કરી મોવડી મંડળને રીપોર્ટ આપીને બાદમાં પ્રક્રિયા હાથ ધરાશે.
ભાજપમાં મુખ્યમંત્રી પદે વર્તમાન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ફેવરીટ છે પણ મહાયુતિમાં વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર તરફથી પણ તેના દાવાનું દબાણ થયુ છે અને ભાજપમાં પણ દાવેદારી છે. જોકે જે રીતે ભાજપમા વિજયમાં દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા રહી છે અને તેઓએ પક્ષને સાથે રાખ્યો છે.
તેઓને ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સુપ્રત થાય તે માટે પક્ષમાં જ દબાણ છે. ગઈકાલે ફનણવીસના નિવાસે મહારાષ્ટ્ર ભાજપનાં વરિષ્ઠ નેતાઓની બેઠકોનો દૌર ચાલુ જ રહ્યો હતો પણ વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ હતી અને ભવ્ય વિજય મેળવ્યો છે તેવા દાવા સાથે સીએમ પદ છોડવા તૈયાર નથી અને તેથી તેઓને નવી સરકારમાં જો મુખ્યમંત્રી ન બનાવાય તો કયુ પદ તે પ્રશ્ન છે.
મહારાષ્ટ્રમાં બેક-ટુ-બેક મુંબઈ મહાપાલિકાની ચૂંટણી આવી રહી છે.શિંદે જુથનુ મહત્વ છે. ઉપરાંત તેમણે મરાઠા નેતા અને ભાજપ સામે તેની સરખામણીમા કોઈ મરાઠા ચહેરો નથી. જોકે અજીત પવારનાં નામ પર તો ભાજપ અને સંઘ બન્નેમાં ચોકડી લાગી ગઈ છે અને તેઓને નાયમ મુખ્યમંત્રી પદ જ ઓફર થશે.
ઝારખંડમાં તા.28ના હેમંત સોરેન સરકારની શપથવિધિ
રાંચી: ઝારખંડમાં એન્ટીઈન્કમબન્સીને પણ પરાજીત કરી ઈ-ડી-સીબીઆઈ-જેલવાસ જેવા મુદ્દાઓને પણ નાકામીયાબ કરીને વિધાનસભા ચુંટણીમાં ફરી પાંચ વર્ષ માટે જનાદેશ મેળવનાર ઝારખંડના મુખ્યમંત્રી શ્રી હેમંત સોરેન તા.28ના શપથ લેશે. ગઈકાલે ઝારખંડ મુક્તિ મોરચા અને બાદમાં ‘ઈન્ડીયા’ ગઠબંધનના નવા ચુંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી.
જેમાં હેમંત સોરેનને મુખ્યમંત્રીપદે ચુંટી કઢાયા હતા અને બાદમાં તેઓને રાજયપાલને મળી વર્તમાન સરકારનું રાજીનામુ સુપ્રત કર્યુ હતું અને નવી સરકાર રચવા દાવો કર્યો હતો અને હવે તા.28ના તેઓ ચોથીવાર મુખ્યમંત્રીપદના શપથ લેશે. તેઓ રાજયના 14માં મુખ્યમંત્રી પણ બનશે.