Mumbai,તા.26
Maharashtra વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીના ભવ્ય વિજય બાદ મુખ્યમંત્રી અંગે હજુ ચાલુ રહેલા સસ્પેન્સ વચ્ચે આજે મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી રહેલા Eknath Shinde તેના પુરા મંત્રીમંડળ સાથે રાજીનામુ સુપ્રત કરી દીધુ છે અને તેઓ હવે નવા મુખ્યમંત્રીની શપથવિધિ સુધી કાર્યકારી સીએમ તરીકે ફરજ બજાવશે.
બીજી તરફ Eknath Shindeના રાજીનામા બાદ હવે મુખ્યમંત્રીની નિયુક્તિની પ્રક્રિયા તેજ બની છે. નવી વિધાનસભા જેની મુદત આજે પુરી થઈ રહી છે તે પુર્વે જ ગઈકાલે રાત્રીના નવી વિધાનસભાનું ગઠન થઈ ગયુ છે.
આમ હવે આગામી બે-ત્રણ દિવસમાંજ રાજયમાં નવા સીએમ મળી જશે અને પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ આખરી સ્પર્ધા વર્તમાન મુખ્યમંત્રી Eknath Shinde અને નાયબ મુખ્યમંત્રી Devendra Fadnavis વચ્ચે જ રહી છે.
NCP નેતા Ajit Pawar તેનો ટેકો Devendra Fadnavisને જાહેર કર્યા છે. હવે Eknath Shindeને કઈ રીતે મનાવવામાં આવે છે તેના પર સૌની નજર છે. ભાજપ મુખ્યમંત્રી પદ તેની પાસે જ રાખવા અને Devendra Fadnavisને જ Chief Minister બનાવવા માટે આગ્રહી છે.
સૌથી મોટા પક્ષ તરીકે BJP 132 બેઠકો ઉપરાંત બહુમતી માટે જરૂરી અનેક બાગીઓ જે અપક્ષ તરીકે ચુંટાયા છે તે ઉપરાંત SHIVSENAના સિમ્બોલ પર ચુંટાયેલા પાંચ ધારાસભ્યો મુળભૂત BJPના જ છે અને તેથી મુખ્યમંત્રીપદ તેના માટે જ અનામત હોય તેવો આહટ છે.
આ વચ્ચે નાયબ મુખ્યમંત્રી Devendra Fadnavis ઓચિંતા જ દિલ્હી પહોંચી ગયા છે. જો કે તેઓ એક કૌટુંબિક ‘લગ્ન’માં આવ્યા હોવાનો દાવો કર્યો હતો પણ માનવામાં આવે છે કે તેઓ અહી BJPના વરિષ્ઠ નેતૃત્વને મળીને સરકાર રચવાની ફોર્મ્યુલા પર ચર્ચા કરશે.
બાદમાં BJPના નવા ચુંટાયેલા ધારાસભ્યો જે MUMBAIમાં પડાવ નાંખીને બેઠા છે તેમની બેઠક મળશે. આમ હવે BJP મોવડીઓએ CMનું કોકડું ઉકેલવાનો નિર્ણય લઈ લીધો છે.