Air Force માં વિંગ કમાન્ડર રહી ચૂકેલા મહામંડલેશ્વર પાયલટ બાબાનું નિધન

Share:

પાયલટ બાબાને ભારતીય વાયુસે ૧૯૬૨થી ૧૯૭૧ સુધી ત્રણ લડવાની તક મળી હતી

Bihar,તા.૨૧

દેશના પ્રખ્યાત સંત અને પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું ૮૬ વર્ષની ઉંમરે નિધન થયું છે. પાયલટ બાબાનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૩૮ના રોજ નોખાના બિશનપુરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામમાંથી જ થયું હતું, બાદમાં તેમની બુદ્ધિમત્તાના કારણે તેઓ ભારતીય વાયુસેનામાં પસંદ થયા હતા. ૧૯૫૭માં ભારતીય વાયુસેનામાં કમિશન મેળવ્યા બાદ તેમણે ફાઈટર એરક્રાફ્ટની ટ્રેનિંગ લીધી હતી. તેમને ૧૯૬૨થી ૧૯૭૧ સુધી ત્રણ યુદ્ધ લડવાની તક મળી. પાયલટ બાબાનું સાચું નામ કપિલ સિંહ હતું.

કહેવાય છે કે, પાયલટ બાબા (કપિલ સિંહ) ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન ફાઈટર પ્લેન ઉડાવતા હતા. યુદ્ધ દરમિયાન જ જ્યારે ફાઈટર પ્લેનનો રેડિયો સંપર્ક તૂટી ગયો હતો અને તેનું પ્લેન દિશાહીન થઈ ગયું હતું, ત્યારે એવો દાવો કરવામાં આવે છે કે, ગુરુની વિશેષ કૃપાથી તેમને આશીર્વાદ મળ્યા હતા અને તેઓ બચી શક્યા હતા. તે પછી તેમના જીવનમાં મોહભંગ થયો. માત્ર ૩૩ વર્ષની ઉંમરે તેઓ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા અને સંન્યાસીનું જીવન જીવવા લાગ્યા. સમાધિની કળામાં નિપુણ બન્યા પછી જેમ જેમ તેમની ખ્યાતિ ફેલાતી ગઈ તેમ તેમ તે ઋષિ-મુનિઓમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ ગયા. તેમની પ્રવૃત્તિઓ જોઈને જુના અખાડાએ તેમને મહામંડલેશ્વરનું બિરુદ આપ્યું. ઉલ્લેખનીય છે કે, શંકરાચાર્ય પછી મહામંડલેશ્વર સૌથી મોટી પદવી છે. જે ઋષિ-મુનિઓ અને અનેક મઠના સ્વામી બન્યા પછી જ પ્રાપ્ત થાય છે.

૧૯૫૭માંમાં વિંગ કમાન્ડર તરીકે કામ કરનારા આ યુવક માત્ર ૩૩ વર્ષની ઉંમરે નિવૃતિ થઈ ગયા અને તેમણે પોતાની જાતને તમામ પ્રકારના દેખાવમાંથી મુક્ત કરી દીધા. એવો દાવો કરવામાં આવે છે કે, તેમણે હિમાલયમાં વર્ષો સુધી તપસ્યા કરી. આ દરમિયાન તેમણે સમાધિ કલાનું જ્ઞાન મેળવ્યું. તે પછી, તેઓ ભારતના વિવિધ વિસ્તારોમાં ભૂ સમાધિ લેવા માટે ખૂબ પ્રખ્યાત થયા. તેમની ખ્યાતિ વિદેશમાં પહોંચી. આ પછી તેમણે વિશ્વના વિવિધ દેશોમાં ઘણા દિવસો સુધી ભુ સમાધિ લઈને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા. આ ઉપરાંત, પોતાને એર-ટાઈટ કાચની અંદર બંધ કરીને, તેઓ મૃત્યુની સ્થિતિમાંથી પાછા આવવાની કળામાં નિપુણ બન્યા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *