Prayagraj,તા.24
મહાકુંભનું અંતિમ સ્નાન પર્વ 26 મી ફેબ્રૂઆરીએ મહા શિવરાત્રીએ છે. આ સ્નાન પર્વમાં સામેલ થવા માટે શ્રધ્ધાળુઓ બે દિવસ પહેલાં જ પ્રયાગરાજ પહોંચવા લાગ્યા છે. હોટેલ-ટેન્ટ સિટી બધુ ફૂલ છે.
મહાકુંભમાં અત્યાર સુધીમાં 62 કરોડ લોકો પવિત્ર સંગમમા ડુબકી લગાવી ચુકયા છે. આ આંકડો વધતો જ રહ્યો છે.ગત એક સપ્તાહમાં દરરોજ સરેરાશ એક કરોડથી વધુ લોકો સંગમમાં ડૂબકી લગાવી રહ્યા છે.
મહાકુંભમાં શ્રધ્ધાળુઓની પહોંચી રહેલી ભીડને જોતા સરકાર અને મેળા પ્રશાસન પણ અંતિમ સ્નાન પર્વ માટે કમર કસી રહ્યુ છે. જે રીતે શ્રધ્ધાળુઓને માનવ મહેરામણ સંગમનગર પહોંચી એથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે 26 ફેબ્રુઆરી પછી પણ શ્રધ્ધાળૂઓનો પ્રવાહ નહિં રોકાય.
આ સ્થિતિમાં પોલીસ કર્મીઓ અને અન્ય આવશ્યક સેવામાં લાગેલા કર્મચારીઓની ડયુટી વધારી શકાય છે. અંતિમ સ્નાન પર્વને લઈને હોસ્પીટલમાં પણ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. ક્ષેત્રની સૌથી મોટી સ્વરૂપરાની નહેરૂ હોસ્પીટલમાં ઈમરજન્સી સેવાઓ વધુ બહેતર બનાવવામાં આવી છે. મહા શિવરાત્રી સુધી સ્પેશ્યલ ડોકટરોની રજા રદ કરી દેવામાં આવી છે.30 સિનીયર ડોકટરોની ડયુટી લગાવાઈ છે. 180 રેસીડેન્ટ ડોકર 24 કલાક સેવામાં રહેશે. 500 થી વધુ નર્સીંગ અને પેરા મેડીકલ સ્ટાફ પણ તૈનાત રહેશે.
પેથોલોજી સેવાઓ પણ પુરો સમય ઉપલબ્ધ રહેશે. જેના માટે ટ્રોમા સેન્ટર અને પીએમએસએસવાથી કલેકશન સેન્ટર પ્રવાહ કરાયા છે. 200 યુનિટથી વધૂ બ્લડ બેન્કમાં સુરક્ષિત રખાયુ છે.પ્રયાગરાજમાં હોટેલો અને ટેન્ટ સિટીમાં 27 ફેબ્રુઆરી સુધીનો રૂમની સ્થિતિ છે. મોટી સંખ્યામાં લોકો હોટેલ અને ટેન્ટ સિટીમાં રહેવા પહોંચી રહ્યા છે પણ અગાઉથી જ ફૂલ હોવાના કારણે તેમને અન્ય સ્થલો શોધવા પડી રહ્યા છે.
મહાકુંભ અધિકૃત રીતે 26 ફેબ્રુઆરીએ જ પુરો થઈ જશે પણ શ્રધ્ધાળુઓનાં આવવાનો ક્રમ હજુ ચાલુ રહેવાની આશા છે. તીર્થયાત્રીઓ શ્રધ્ધાળુઓને ઓનલાઈન સુવિધા આપતી એક કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કે હાલ અમારી પાસે 10 માર્ચ સુધીનું બુકીંગ આવી રહ્યું છે. લોકો 26 ફેબ્રુઆરી બાદ ભીડ ઓછી થયા બાદ આવવા માંગે છે.