Prayagraj, તા. 29
ગઇકાલે રાત્રે મહાકુંભમાં નાશભાગ મચતા 17થી વધુ લોકોના મોત અને અસહ્ય ધસારાના કારણે પ્રયાગરાજ જતી ઘણી ટ્રેનો ડાયવર્ટ કરાઇ છે તો તમામ સ્પેશ્યલ ટ્રેન રદ્દ કરાઇ છે જેને કારણે પ્રયાગરાજ છોડવા માટે પણ શ્રધ્ધાળુઓનો વળતો ધસારો થવાની આશંકા થઇ રહી છે.
પ્રયાગરાજમાં મહાકુંભમાં મૌની અમાસના અમૃત સ્નાન વખતે ભારે ભીડને ધ્યાનમાં રાખીને, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી મહા કુંભ મેળાની વિશેષ ટ્રેનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે જંકશન પર પ્રયાગરાજ જતા ભક્તોની ભીડ જોવા મળે છે.
વિવિધ રૂટ પર દોડતી કુંભ મેળાની ખાસ ટ્રેનોનું સંચાલન રાબેતા મુજબ ચાલુ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ આવતી કુંભ મેળાની ખાસ ટ્રેનોને જ રોકવામાં આવી છે. પરંતુ નિયમિત ટ્રેનો દોડી રહી છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનથી પ્રયાગરાજ જતી કુંભ મેળાની ખાસ ટ્રેનોને જ રોકવામાં આવી છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે ડિવિઝનના વાણિજ્યિક મેનેજર મનીષ કુમારે જણાવ્યું હતું કે, ’આગામી આદેશો સુધી સ્પેશિયલ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. કુંભ મેળાની ખાસ ટ્રેનો હાલ પૂરતી બંધ રહેશે. નિયમિત ટ્રેનો દોડતી રહેશે. પ્રયાગરાજમાં ભારે ભીડને કારણે, ખાસ ટ્રેનને રોકવામાં આવી છે.