Bhavnagar,તા.11
પાલિતાણા પંથકની ૧૫ વર્ષિય સગીરાના પ્રેમીએ તેમનો પ્રેમસંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી સગીરા સાથે આજથી ચાર માસ પૂર્વે દુષ્કર્મ આચર્યાંની પોલીસ ફરિયાદ સગીરાની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પાલિતાણા પંથકની એક ૧૫ વર્ષિય સગીરા નિકુંજ મંગાભાઈ વાળા (રહે.ગાધકડા, તા. સાવરકુંડલા, જી.અમરેલી) નામના શખ્સ સાથે પ્રેમમાં હતી. આ શખ્સે બન્નેનો પ્રેમ સંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી આજથી ચાર માસ પૂર્વે સગીરા સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે સગીરાની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નિકુંજ મંગાભાઈ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.