Los Angeles,તા.09
વાઈલ્ડ ફાયર માટે જાણીતા અમેરિકાના લોસ એન્જીલીસના વિશાળ જંગલોમાં ફાટી નીકળેલી માંગ હવે વધુને વધુ વિકરાળ બની રહી છે તથા હોલીવુડના સેલીબ્રીટી સહિત હજારો લોકોના આવાસ આગમાં ઘેરાઈ જતા તેઓને મોટર સહિતના વાહનોમાં સલામત રીતે ઘર છોડી જવાની ફરજ પડી છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના આ આગથી મૃત્યુ થયા છે તથા સેકડો ઘાયલ થયા છે તથા 1000થી વધુ ઘરો આગમાં નાશ પામ્યા છે.
લોસ એન્જીલીસના ફાયર બ્રિગેડની મદદે આસપાસના તમામ રાજયોના ફાયરફાઈટર ને બોલાવાયા છે. ગઈકાલે લોસ એન્જીલીસના પૈસીફીક પાલીઐડસથી આ આગનો પ્રારંભ થયો હતો અને 5000 એકર જેટલા વિસ્તારોમાં તે પહોંચી ગઈ છે જેમાં સમુદ્ર કિનારાની નજીકના સોતા મોનિકા અને માખિલુ બીચમાં પણ પહાડી ક્ષેત્રમાં આ આગ ફેલાતા અહી વસતા હોલીવુડ-સંગીત તથા સેલીબ્રીટીઓને પણ ઘટ છોડવાની ફરજ પડી છે.
જેમાં મેંડી મૂર, જેમ્સ બુડસ અને માર્ક હમિલ સહિતના સિતારાઓને પણ પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. અહીના રહેવાસીઓએ કહ્યું કે લગભગ અડધી સદીની આ સૌથી મોટી ભયાનક આગ છે.
અભિનેતા જેમ્સ વુડએ તેના સળગતા ઘરની તસ્વીર પણ સોશ્યલ મીડીયા પર મુકીને લખ્યુ છે કે હું ઘર છોડવા તૈયાર છું. આ આગની અસરગ્રસ્તોને સલામત બહાર કાઢવા 70000થી વધુ કર્મચારીઓને કામે લગાડાયા છે. ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ વિસ્તારમાં જ તેનું ઘર ધરાવે છે. જો કે તે હાલ મુંબઈમાં છે છતા તેણે આ આગની તસ્વીરો અપલોડ કરીને તેનું આવાસ સુરક્ષિત રહેશે તેવી આશા દર્શાવી છે.
અત્યાર સુધીમાં અંદાજે 1 લાખ લોકોને ઘર છોડવા પડયા છે. હોલીવુડ હીલ્સ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં આગના કારણે અહી ગવર્નરે કટોકટી જાહેર કરી છે. આ આગના કારણે નારંગી અને કાળા રંગની જવાળાઓ અને બાદમાં આકાશ કાળુ ડીબાંગ થઈ ગયુ છે.
મોટાભાગના લોકો તેમની એક-બે કાર બચાવીને નાસી છુટયા છે પણ છતા સેંકડો કાર આગમાં સ્વાહા થઈ છે. અહીની હોસ્પીટલમાં દર્દીઓને પાર્કીંગ એરિયામાં રહેલી એમ્બ્યુલન્સ સહિતના વાહનો સુધી પહોંચાડવામાં પણ સેંકડો લોકોને કામે લગાડવા પડયા હતા. 645 ચો.કી.મી.માં આગને કાબુમાં લેવાનું ખૂબજ મુશ્કેલ કાર્ય બની રહ્યું છે.
હોલીવુડનુ શેડયુલ અસ્તવ્યસ્ત: ઓસ્કાર નોમીનેશન વોટીંગ લંબાવાયું
આગની અસરથી શુટીંગો પણ ઠપ્પ થયા
લોસ એન્જીલીસ: હોલીવુડ હીલ્સ સહિતના વિસ્તારોમાં આગના કારણે સેકડો ફિલ્મી સંગીત સિતારાઓને તેમના આવાસ છોડવાની ફરજ પડી છે અને ફિલ્મ શુટીંગો પણ અટકાવી દેવાયા છે તે સમયે આ વર્ષના એકેડેમી એવોર્ડ જે ઓસ્કાર એવોર્ડના નામથી ઓળખાય છે તેના નોમીનેશનના વોટીંગની તારીખ હવે જે 12 જાન્યુઆરીના પુરી થતી હતી.
તે હવે તા.14 જાન્યુઆરી સુધી લંબાવાઈ છે અને જે નોમીનેશનની જાહેરાત તા.17 જાન્યુ.ના થવાની હતી તે હવે તા.19ના રોજ જાહેર થશે. જો કે આ આગનો ખતરો કયારે પુરો થયો તે નિશ્ચિત નથી. હોલીવુડના તમામ શેડયુલ ખોરવાયા છે. અભિનેતા જેમ્સ વુડસએ પોતાના સળગતા ઘરના વિડીયો અપલોડ કર્યા છે.