મોબાઇલ – લેપટોપ વગેરેની સ્ક્રીન જોવાથી દ્રષ્ટિ નબળી પડે છે

Share:

મોબાઇલ અથવા ટેલિવિઝન સ્ક્રીન પર વિતાવેલી દરેક વધારાની કલાક બાળકો અને કિશોરોમાં માયોપિયાનું જોખમ વધારે છે. એવું માનવામાં આવે છે કે બાળકોએ ફક્ત બે કલાક સ્ક્રીન પર પસાર કરવા જોઈએ.

કોરિયન સંશોધનકારોએ દાવો કર્યો છે કે, દરરોજ સ્ક્રીન પર એક વધારાની કલાક વિતાવવાથી માયોપિયા થવાની સંભાવના સરેરાશ 21 ગણી વધી જાય છે. રિસર્ચ અનુસાર 2025 સુધી દુનિયાભરમાં લગભગ 40 ટકા બાળકો અને કિશોરો આ સ્થિતિથી પીડિત થઈ શકે છે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે નાના બાળકોએ ઉપકરણનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ અને બહાર વધુ સમય પસાર કરવો જોઈએ. આ અભ્યાસ જામા નેટવર્ક ઓપનમાં પ્રકાશિત થયો હતો.માયોપિયાને નજીકની દૃષ્ટિની ખરાબી પણ કહેવામાં આવે છે. એનું કારણ આંખની કીકીની લંબાઈ છે. રિસર્ચ મુજબ આ સમસ્યા સમગ્ર વિશ્વમાં વધી રહી છે. આવામાં દર્દીને નજીકની વસ્તુઓ દેખાય છે, પરંતુ દૂરની વસ્તુઓ ધૂંધળી દેખાય છે. કોરિયા સંશોધનકારોએ ભારત, ચીન, સિંગાપોર, જર્મની સહિતનાં ઘણાં દેશોમાં પાછલાં વર્ષોમાં 45 અધ્યયનનું વિશ્લેષણ કર્યું છે. આ અધ્યયનમાં 335524 સહભાગીઓ શામેલ થયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *