New Delhi,તા.10
ભારતનાં અનુભવી બેટ્સમેન લોકેશ રાહુલને ઈંગ્લેન્ડ સામે 22 જાન્યુઆરીથી કોલકાતામાં શરૂ થનારી વ્હાઈટ બોલ સિરીઝમાંથી આરામ મળે તેવી શક્યતા છે. ઈંગ્લેન્ડની ટીમ ભારતનાં આ પ્રવાસમાં પાંચ ટી-20 અને ત્રણ વનડે શ્રેણી રમશે.
રાહુલ જોકે 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. તેણે ઈંગ્લેન્ડ શ્રેણીમાંથી વિરામ માંગ્યો છે પરંતુ તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઉપલબ્ધ રહેશે, એમ બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું પરંતુ રાહુલ એવાં કેટલાક બેટ્સમેનોમાંનો એક હતો જેણે રન બનાવ્યાં હતાં.