Rajkot : ચેક પરત ફરવાના કેસમાં લોન ધારકને એક વર્ષની સજા

Share:
શ્રી ધન વર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીને ચેક મુજબ ₹4.80 લાખનું વળતર  ચૂકવવા હુકમ
Rajkot,તા.22
શહેરના 150 ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક પાસે જાસલ કોમ્પલેક્ષમાં શ્રી ધન વર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માંથી સભાસદ દરજે લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક વગર વસૂલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે લોન ધારકને એક વર્ષની સજા અને ચેક મુજબ ₹4.80 લાખનું વળતર સમય મર્યાદામાં ચૂકવવા હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ પર આવેલા પ્રેમ મંદિર પાછળ પુષ્કર ધામ નજીક વિમલનગરમાં રહેતા સાગરભાઇ મનસુખભાઈ દેત્રોજાએ શ્રી ધનવર્ષા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી માથી સભાસદ દરજ્જે સ્થાવર મિલકત ઉપર રૂપિયા ૧૭ લાખની લોન લીધી હતી. જે લોનના રકમ ₹ 4.80 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા  કાયદાકીય જોગવાઈ મુજબ એડવોકેટ મારફતે  લીગલ નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે શ્રી ધનવર્ષા ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર ગીરીરાજસિંહ જાડેજાએ  મંડળીના ડિફોલ્ટર સાગર દેત્રોજા સામે અદાલતમાં ફોજદારી ફરિયાદ કરી હતી. સદરહુ કેસ ચાલી જતા  ફરીયાદીના એડવોકેટની દલીલો  માન્ય રાખી એડી.ચીફ.જયુ. મેજી. બી.કે.દસોંડીએ આરોપી સાગર મનસુખભાઈ દેત્રોજાને તકસીરવાન ઠરાવી ૧ વર્ષની સાદી કેદની સજા અને રૂ. ૪,૮૦ લાખ ફરીયાદીને વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલો અને જો  વળતર ન ચુકવે તો વઘુ ૩ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.આ કામના ફરીયાદી શ્રી ઘનવર્ષા ક્રેડિટ કો.ઓપ.સો. લી. તરફે રાજકોટના વિદ્વાન ઘારાશાસ્ત્રી અમિત વી. ગડારા, નીખીલ ઝાલાવડીયા, કેતન જે. સાવલીયા,, ભાર્ગવ પંડયા, પરેશ મૃગ, ડેનીશ વીરાણી, વીગેરે રોકાયેલ હતા.
.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *