Jamnagar તા.13
સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી જામનગર શહેરના નાગેશ્ર્વર કોલોની વિસ્તારમાં ભંગારના વાડામાં ચાલતા દારૂના વેપલાને પકડી પાડ્યો હતો. જેમાં પોલીસે 20 બોટલ દારૂ, મોબાઇલ ફોન અને મોટર સાયકલ સહિત રૂા.84.700ના મુદ્દામાલ સાથે એક શખસની અટકાયત કરી હતી.
પોલીસસુત્રોએ જાહેર કરેલી વિગતો મુજબ, એલસીબીની ટીમ ગઇકાલે પેટ્રોલીંગમાં હતી ત્યારે હકિકત મળેલ કે, નાગેશ્ર્વર કોલોનીમાં ભંગારનો વાડો ધરાવતા ભરત ઉર્ફે ડાડો બાંભણીયા કોળી પોતાના ભંગારના વાડામાં વિમલભાઇ ડોડાળા સાથે ભાગીદારીમાં દારૂનું વેંચાણ કરેલ છે. જે હકિકતના આધારે દરોડો પાડતા ભંગારના વાડાની ઓફીસમાંથી જોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની 16 બોટલ અને વાડામાં પડેલ જયુપીટર મોટર સાયકલમાંથી 4 બોટલ દારૂની કબજે કરી હતી અને વાડામાં હાજર ઇસમ વીમલ ઉર્ફે ડોડાળો તુલશીભાઇ ગોપીચંદભાઇ પમનાણીની અટકાયત કરી હતી, જયારે વાડાના માલીક ભરતભાઇ ઉર્ફે ડાડો બાંભણીયા કોળી અને દારૂનો જથ્થો આપનાર લખનભાઇ ઉર્ફે મેંગર કચ્છીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.