Mendara,તા.૫
ક્રાઈમ બ્રાન્ચ દરોડો પાડી 3,264 બોટલ દારૂ, 502 બિયર ના ટીન, ટ્રેક્ટર,ટેમ્પો અને બુલેટ મળી 15.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો,બે બુટલેગર ફરારજુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના લીલવા અને પાટરા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 3.76 લાખની કિંમતનો વિદેશી દારૂ બીયરનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસના દરોડા દરમ્યાન વંથલીના સોનાલી ગામનો અને લીલવા ગામના શખ્સ નાસી છૂટ્યો છે. પોલીસે દારૂ બિયર ,ટ્રેક્ટર, ટેમ્પો અને બુલેટ મળી રૂપિયા 15.26 લાખની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ જુનાગઢ જિલ્લામાં વિદેશી દારૂબંધીનો કડક અમલ કરવા એસપી હર્ષદ મહેતાએ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે જે પટેલ સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે વંથલી તાલુકાના સોનાલી ગામનો અનવર અહમદ પલેજા અને મેંદરડા તાલુકાના લીલવા ગામનો ઈલયાશ શરીફ સાંધ સહિત બંને શખ્સ લીલવા ગામની સીમમાં વિદેશી દારૂનું કટીંગ કરતા હોવાની એએસઆઈ નિકુલ પટેલ,હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા ,હિતેશ મારું, કોન્સ્ટેબલ ચેતનસિંહ સોલંકી સહિતના સ્ટાફે દરોડો પાડતા નાસ ભાગ મચી ગઈ હતી. પોલીસે બનાવ સ્થળે ટ્રેક્ટર અને ટેમ્પોમાં છુપાવેલો રૂપિયા 3.76 લાખની કિંમતનો 3264 બોટલ વિદેશી દારૂ અને 502 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે ત્રણ વાહન અને દારૂ બિયર મળી રૂપિયા 15.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન નાસી છૂટેલા બંને બુટલેગરોની મેંદરડા પોલીસ મથકના સ્ટાફે શોધખોળ હાથ ધરી છે.