Morbi,તા.01
વન વિભાગે દીપડાને પકડવા પીંજરું મુક્યું
અગાભી પીપળીયા ગામે થોડા દિવસો પૂર્વે દીપડો દેખાયો હતો અને ફરી ગત રાત્રીના દીપડો ત્રાટક્યો હતો દીપડાના હુમલામાં સાત ઘેટાના મોત થયા છે જયારે અન્ય ઘેટાને ઈજા પહોંચી છે બનાવ અંગે જાણ થતા વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામમાં ગત રાત્રીના સમયે દીપડો દેખાયો હતો દીપડાએ માલધારીના વાડામાં રહેલ ઘેટા પર હુમલો કરી દીધો હતો જેમાં સાત ઘેટાના મોત થયા હતા અન્ય ઘેટાને ઈજાઓ પહોંચી હતી બનાવ અંગે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ટીમ દોડી ગઈ હતી અને દીપડાના સગડ મળતા દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે વિસ્તારમાં સતત દીપડાની અવરજવરથી ભયનો માહોલ છવાયો છે