Morbiતા.29
૩.૪૫ લાખનો દારૂ અને ટ્રેઇલર સહીત ૩૯ લાખથી વધુનો મુદામાલ જપ્ત
મોરબીના જેતપર રોડ પર પીપળી ગામ નજીક ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રેલરમાંથી દારૂનું કટિંગ ચાલતું હતું ત્યારે એલસીબી ટીમે રેડ કરીને ઈંગ્લીશ દારૂની ૩૪૫૬ બોટલ દારૂ, ટ્રેઇલર, સફેદ માટી, ઈનોવા કાર અને બિલ્ટી ઇન્વોઇસ સહીત ૩૯.૦૫ લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર આઈટીઆઈ સામે જીઇબી પાછળ રહેતા ઉદય જોરૂભાઈ કરપડાએ ટ્રેઇલર આરજે ૩૬ જીબી ૩૪૩૪ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવ્યો છે અને હાલ જેતપર રોડ પીપળી ગામની સીમમાં શિવ કોમ્પલેક્ષ પાછળ ખુલ્લા પ્લોટમાં દારૂનું કટિંગ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ટ્રક ટ્રેઇલર મળી આવ્યું હતું જેમાં માટીની આડમાં છુપાવી લાવેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૩૪૫૬ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો, ટ્રક ટ્રેઇલર કીમત રૂ ૨૫ લાખ, ઈનોવા કાર જીજે ૦૬ કેએચ ૨૪૩૫ કીમત રૂ ૧૦ લાખ, સફેદ માટી આશરે ૪૧ ટન કીમત રૂ ૫૯,૮૦૪ ઉપરાંત બિલ્ટી, ઇન્વોઇસ, આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ મળીને કુલ રૂ ૩૯,૦૫,૪૦૪ ની કિમતનો મુદામાલ કબજે લીધો છે
જે દારૂ પ્રકરણમાં ટ્રક ટ્રેઇલરના ચાલક, ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર ઉદય જોરૂભાઈ કરપડા રહે મોરબી હળવદ રોડ અને ઈંગ્લીશ દારૂનો જથ્થો મોકલનાર તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે