Nadiad,તા.10
ગુજરાતમાં દારૂબંધીનાં હળવા અમલ વચ્ચે પણ અનેક વખત નશા માટે સીરપથી લઠ્ઠાના થતા ઉપયોગમાં એક વધુ ઘટનાઓ નડીયાદનાં જવાહરનગરમાં ઝેરી દારૂ પીવાનાં કારણે 3 ના મોત થયા છે તથા અન્ય કેટલાંકને હાલ ઝેરી દારૂની અસર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે.
નડીયાદમાં સફાઈ કામદારો સહીતના લોકોનો વસવાટ સમાન જય મહારાજ સોસાયટીમાં પણ ઘટના બની છે. રવિવારનાં તમામે અહી સ્થાનીક સ્તરે હોવાના દેશી દારૂના અડ્ડા પરથી આ દારૂ મેળવ્યો હોય તેમ માનવામાં આવે છે. અને દારૂનું સેવન કર્યા બાદ યોગેશ કુશ્વાહ રવિન્દ્ર રાઠોડ અને કનુભાઈ ચૌહાણ એમ ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે અને અન્યને સારવાર આપવામાં આવી રહી છે.
આ લઠ્ઠાકાંડ બનતા જ સ્થાનિક પોલીસની સ્ટેટ મોનેટરીંગ સ્કવોડ દોડતી થઈ છે અને દારૂના ડાઓ પર દરોડા શરૂ કર્યા છે.જોકે હજુ આ કાંડમાં કોઈની ધરપકડ થઈ નથી 2009 માં અમદાવાદમાં લઠ્ઠાકાંડમાં 140 થી વધુ લોકોના મોત થયા હતા. તો બોટાદનું કેમીકલ કાંડ 35 નો ભોગ લઈ ગયુ છતાં પણ હજુ ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા ચાલે છે તે ફરી સાબીત થયુ છે.