Rajkot,તા.21
રાજકોટમાં સૌપ્રથમ વખત લક્ષ્મીવાડી હવેલી દ્વારા યોજાયેલ શ્રી લક્ષ્મી નૃસિંહ મહાયજ્ઞ મહોત્સવ સંપન્ન થયો. 100 કુંડીયજ્ઞમાં 3 દિવસમાં લગભગ 1700 યજમાનોએ લાભ લીધો. 30 હજાર વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો.
કાશી-બનારસથી આવેલ 61 વિદ્વાન પંડિતોના વેદમંત્રોથી વાતાવરણ પવિત્ર બન્યું. સપ્તમ પીઠ આચાર્ય પરિવાના પૂ. ગો શ્રી વ્રજેશકુમાર મહારાજ, ગો.શ્રી કલ્યાતારાયજી મહારાજ (કાશી-બનારસ) શ્રી હરિરાયજી મહોદય (વડોદરા) ગો.શ્રી અનિરુદ્ધલાલજી મહોદય, પૂ.શ્રી સુરેશકુમાર મહોદય (કાશી) તેમજ પૂ.પા.ગો. શ્રી રશેષબાવા યજ્ઞકર્તા તરીકે બેસીને યજ્ઞને આહુતીઓ આપી હજારો વૈષ્ણવોને દિવ્ય લાભ અપાવ્યો.
દરરોજ સાંજના યજ્ઞવિરામબાદ પ્રથમ દિવસે ફુલફાગના મનોરથદર્શન રાત્રે રાસગરબા બીજે દિવસે વિવાહ ખેલ મનોરથ દર્શન તથા રાત્રે હાલારીરાસનો ક્રમ તથા ત્રીજા દિવસે મનોરથદર્શન તથા રાત્રે કસુંબલ ડાયરાનો લોકોએ મનભરી આનંદ માણ્યો હતો.
એક રાજકીય તથા સમાજશ્રેષ્ઠીઓએ પધારી આ દિવ્ય યજ્ઞના દર્શનનો લાભ લીધો. સમગ્ર આયોજનને સફળ બનાવવા આયોજન સમીતીના પ્રમુખ જીતુભાઈ સાવલીયા, કન્વીનર દિવ્યેશભાઈ સાવલીયા, મંત્રી અરવિંદભાઈ પાટડીયા, વ્રજધામ ગ્રુપના ગોવિંદભાઈ દાવડા, જીતેશભાઈ રાણપરા સહિતના અન્યોએ જહેમત ઉઠાવી હતી.