Kutch ના મુંદ્રા કસ્ટમ વિભાગે જપ્ત કરેલા માદક દ્રવ્યના કેસમાં ડ્રગ્સ મોકલનારો ઝડપાયો

Share:

Kutch,તા.૧૦

કચ્છમાં મુંદ્રા કસ્ટમ્સે જપ્ત કરેલા માદક પદાર્થના જથ્થા સંદર્ભે ડ્રગ્સ નોકલનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં નાર્કોટિક્સ દાણચોરીના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં રાજકોટ સ્થિત નિકાસકારના ૨૭ વર્ષીય ભાગીદારને ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસની વિગત મુજબ એસઆઇઆઇબી એ જુલાઈ ૨૦૨૪ આ પેઢીના બે કન્સાઈનમેન્ટ અટકાવ્યા હતા. જેમાં ૧૦૦ કરોડની કિંમતની ૬૮ લાખ અઘોષિત ગોળીઓ છુપાવવામાં આવી હતી.

આ ગોળીઓનો જથ્થો ટ્રામાડોલ, “ટ્રામેકિંગ-૨૨૫ અને “રોયલ-૨૨૫” જેવા નામ હેઠળ છુપાવવામાં આવ્યો હતો. પરંતુ કન્સાઈનમેન્ટ રિકોલ પર ફોલો-અપ તપાસમાં આ ઘટસ્ફોટ થયો હતો. જ્યારે અન્ય શિપમેન્ટમાં ૪૦ કરોડ રૂ. કિંમતના વધારાના છુપાયેલ ટ્રામાડોલનો ખુલાસો થયો હતો. બાદમાં કલોલ સ્થિત વેરહાઉસમાં આગળની તપાસમાં ૯૪ લાખની ગોળીઓ જપ્ત કરવામાં આવી હતી.આ ડ્રગ્સ ઉગ્રવાદી જૂથો અને આફ્રિકામાં ઉચ્ચ માંગ માટે જાણીતું છે.

મુન્દ્રા કસ્ટમ વિભાગે ૨૭ વર્ષીય રાજકોટના શખ્સની કરી ધરપકડ કરી હતી. આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો રાજકોટની એક પેઢીએ મોકલાવ્યો હતો. જેને પગલે રૈન ફાર્મા ઇમ્પેક્ષના ભાગીદાર ભાવિક વોરાની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *