કબીર એક મૂળ યૂકેનો બિઝનેસમેન છે અને અત્યાર સુધી ક્રિતિએ આ સંબંધો અંગે મૌન જાળવી રાખ્યું હતું
Mumbai, તા.૨૩
ક્રિતિ તેના ગ્લેમરસ દેખાવ અને પ્રભાવશાળી અભિનય માટે જાણીતી છે. એક તરફ તેની ગ્લેમરસ પોસ્ટથી સોશિયલ મીડિયામાં લોકો તેના તરફ આકર્ષાતા રહે છે, બીજી તરફ તે ‘મિમી’ જેવી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ પણ જીતે છે. તેણે તેની છેલ્લી ઘણી ફિલ્મોમાં વૈવિધ્યસભર રોલ કર્યા છે, પછી તે ‘ભેડીયા’ હોય, ‘આદિપુરુષ’, ‘તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા’ કે પછી ‘દો પત્તી’.તાજેતરમાં જ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ જગાવી છે. ક્રિતિએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કબીર બહિયાને બર્થ ડે પર વિશ કરી હતી. તેનાથી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું તેણે કબીર બહિયા સાથે પોતાની રિલેશનશિપ કન્ફર્મ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર વિશ કરીને બર્થ ડે સેલિબ્રેશનમાં પણ ભાગ લીધો હતો. તેણે પોસ્ટમાં “હેપિએસ્ટ બર્થ ડે કે! મે યોર ઇનોસન્ટ સ્માઇલ ઓલ્વેઝ સ્ટે અલાઇવ(તારું નાદાન સ્મિત હંમેશા જીવંત રહે)!” પછી તેણે એક રેડ હાર્ટનું ઇમોજી મુક્યું હતું. સાથે તેણે કબીર સાથે એક તસવીર પણ શેર કરી હતી.કબીર એક મૂળ યૂકેનો બિઝનેસમેન છે અને અત્યાર સુધી ક્રિતિએ આ સંબંધો અંગે મૌન જાળવી રાખ્યું હતું. ત્યારે હવે આ શુભેચ્છાઓ દ્વારા તેણે પોતાની રિલેશનશિપ કન્ફર્મ કરી હોવાનું માનવામાં આવે છે. તેની પાછળ અન્ય એક કારણ પણ છે, ક્રિતિની બહેન નુપુર અને તેના બોયળેન્ડ સ્ટેબિન બિને પણ ક્રિતિ અને કબીરનો સાથે ફોટો શેર કરીને કબીરને બર્થ ડે વિશ કર્યો હતો.