Bengaluruતા.૨૧
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી નવી મુશ્કેલીમાં છે. બ્રુહત બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન (મ્મ્સ્ઁ) એ બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક સ્થિત વન ૮ કોમ્યુન પબ અને રેસ્ટોરન્ટને નોટિસ જારી કરી છે. વાસ્તવમાં ફાયર સેફ્ટીના પગલાંનો અમલ ન કરીને ઉલ્લંઘન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે.
સામાજિક કાર્યકર વેંકટેશે કોર્પોરેશનને ફાયર સેફ્ટીના પગલાંમાં બેદરકારીની ફરિયાદ કરી હતી. આના પર મ્મ્સ્ઁએ બારને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફાયર સેફ્ટીનો અમલ કરવામાં આવ્યો નથી. ફાયર વિભાગનું પ્રમાણપત્ર પણ મેળવ્યું નથી.
વિરાટ કોહલીની વન ૮ કોમ્યુનની શાખાઓ દિલ્હી, મુંબઈ, પુણે અને કોલકાતા જેવા મોટા શહેરોમાં છે. બેંગ્લોર પબ ગયા વર્ષે ડિસેમ્બરમાં ખોલવામાં આવ્યું હતું. તે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બાજુમાં કસ્તુરબા રોડ પર રત્નમ કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે આવેલું છે.
આ પહેલા પણ આ રેસ્ટોરન્ટ ચર્ચામાં આવી ચુકી છે. જુલાઈમાં પોલીસે વન ૮ કોમ્યુન પબના મેનેજર સામે કેસ નોંધ્યો હતો. આરોપ એવો હતો કે આ બાર રાત્રે ૧ વાગ્યાના બંધ થવાના સમય પછી પણ ખુલ્લું હતું અને ગ્રાહકોને સેવા આપી રહ્યું હતું. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રે પેટ્રોલિંગ કરી રહેલા એક સબ-ઇન્સ્પેક્ટરને સમાચાર મળ્યા હતા કે વન ૮ કમ્યુન બાર મોડી રાત સુધી ખુલ્લો છે. જ્યારે સબ-ઇન્સ્પેક્ટર સવારે ૧ઃ૨૦ વાગ્યે પહોંચ્યા ત્યારે તેમને બાર ગ્રાહકોને સેવા આપતા જોવા મળ્યા. તેના આધારે હ્લૈંઇ નોંધવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે નિર્ધારિત સમય મર્યાદા પછી પણ ખુલ્લી જોવા મળતા અન્ય ત્રણ પબ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.