Kodinar,તા.10
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તથા તાલાળા ની છેલ્લા એક દાયકાથી બંધ પડેલી સુગર મીલના પુનરોદ્ધાર અને ભૂમિ પૂજન આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું અમિત શાહે ભૂતકાળ વાગોળતા જણાવ્યું હતું કે હું તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દિલીપભાઈ સંઘાણી 2002માં ગુજરાત ગૌરવ યાત્રા લઈને કોડીનાર આવેલા ત્યારે આ સુગર મીલમાં રોકાયા હતા.
ત્યારબાદ બંધ પડેલી આ સુગર મીલ ચાલુ કરવા માટે અહીંના ખેડૂતોની વારંવાર માંગણીને ધ્યાને લઈને તાલાળા તથા કોડીનાર સુગર ફરી ધમધમતી કરવા માટે ઇન્ડિયન પોટાસ લિમિટેડને કામગીરી સોંપતા ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા એક નવેમ્બર 2025 ના રોજ આ સુગર મીલ ધમધમતી કરવામાં આવશે અને આ વિસ્તારના ખેડૂતોને સમૃદ્ધિના દરવાજા ખુલશે અમિતશાહે આ વિસ્તારના ખેડૂતો ખેતી માટે પાણી બચાવવાનું કામ કરે અને ડ્રીપ ઇરીગેશનથી ખેતી કરે તે માટે સરકાર પૂરતી મદદ રૂપ પણ થશે તેવું જણાવ્યું હતું.
અમિત શાહે કોંગ્રેસના 70 વર્ષના શાસન ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સને 2013 14 માં કોંગ્રેસ સરકાર દ્વારા ભારતના ખેડૂતો માટે માત્ર 22,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. જે વર્તમાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર દ્વારા વધારીને રૂ.1,37, લાખકરોડ બજેટ ખેડૂતો માટે કૃષિ ક્ષેત્રે ફાળવ્યું છે આ સુગર બીલો માં ઇથેનોલનું પણ ઉત્પાદન અને પાવર ઊર્જાનું પણ ઉત્પાદન કરીને અન્નદાતા એવા ખેડૂતો હવે ઉર્જા દાતા ખેડૂતો બનશે
ઇન્ડિયન પોટાસ લિમિટેડના ચેરમેન પંકજકુમાર બંસલ એ જણાવ્યું હતું કે બે વષે દરમિયાન ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની વધુ 600 કરોડ રૂપિયાનું રોકાણ કરીને આ સુગર મીલમાં ગ્રીન પાવર પ્લાન્ટ, જૈવિક ખાતર તેમજ બે નવી ડિસ્ટેલરી ચાલુ કરશે
કાર્યક્રમની શરૂઆતમાં કોડીનાર ખાંડ ઉદ્યોગના ચેરમેન પ્રતાપભાઈ ડોડીયા તથા તાલાળા ખાંડ ઉદ્યોગના ચેરમેન ભીમસિંહભાઈ બામરોટીયા એ પ્રસંગે પ્રવચન કર્યા હતા ભિમશીભાઈ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ખેતી ઉંચા પડતર ની છે જેથી સૌરાષ્ટ્રને એફ.આર.પી.માટે અલગ દરજ્જો આપવા વિનંતી કરી હતી.
આજના આ કાર્યક્રમમાં સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ માજી સાંસદ અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અજયભાઈ પટેલ રાજેશભાઈ ચુડાસમા સંસદ સભ્ય તેમજ ઇન્ડિયન પોટાશ લિમિટેડના ચેરમેન પંકજકુમાર બંસલ સહિતના અગ્રણીઓ અને કોડીનાર તાલાળા તથા ઉના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા