Kedarnath માં બગડેલું હેલિકોપ્ટર એરલિફ્ટ કરવા જતાં દોરડું તૂટ્યું અને જમીન પર પટકાયું

Share:

Kedarnath,તા.31

કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર અકસ્માત થયો છે. ભારતીય વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર જૂના હેલિકોપ્ટરને પાછું લાવી રહ્યું હતું, ત્યારે ખામીયુક્ત હેલિકોપ્ટરને રામબાડા નજીક આકાશમાંથી ડ્રોપ કરવું પડ્યું હતું.

આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું

જાણકારી મુજબ 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, જે ક્રેશ થયું હતું. હેલીને રિપેર કરવા માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને હેંગ કરીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન MI 17નું બેલેન્સ બગડ્યું હતું. આથી ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને આકાશમાંથી હેલીને ખીણમાં છોડી દીધું હતું.

રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી

આકાશમાંથી છોડવામાં આવેલા હેલિકોપ્ટરમાં કોઈ મુસાફરો કે સામાન નહોતો. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. જો કે ઘટનાસ્થળે પહોંચ્યા બાદ એસડીઆરએફના જવાનોએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *