KBC ના ઈતિહાસમાં પહેલીવાર બની ઘટના, કંટેસ્ટેન્ટે અધવચ્ચે શૉ છોડ્યો, અમિતાભ પણ ચોંક્યા

Share:

Mumbai,તા.21

‘કૌન બનેગા કરોડપતિ’  વર્ષ 2000 થી ચાહકોનો ફેવરેટ શો બનેલો છે. લોકો તેમના જ્ઞાનના આધારે ક્વિઝ શોમાંથી લાખો રુપિયાની કમાણી કરી ગયા છે. કેટલાક લાખોપતિ બન્યા છે, તો કેટલાક શોમાંથી કરોડપતિ તરીકે બહાર આવ્યા. પરંતુ સિઝન 16માં કંઈક એવું થયું જે છેલ્લા 24 વર્ષમાં ક્યારેય બન્યું ન હતું.

સ્પર્ધકે અમિતાભને ચોંકાવી દીધા

શોનો એક પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પર્ધકે અમિતાભ બચ્ચનને પોતાના અનોખા પરાક્રમથી ચોંકાવી દીધા છે. અન્ય સ્પર્ધકોને તક આપવા માટે કોલકાતાથી આવેલા ડૉ. નીરજ સક્સેનાએ પોતાની ગેમ અધવચ્ચે જ છોડી દીધી હતી. તેમણે અમિતાભને રમત છોડી દેવા વિનંતી કરી. સ્પર્ધકની આ વાત સાંભળીને ત્યાં હાજર ઓડિયંસ પણ દંગ રહી ગયા.

કેબીસીના સ્પર્ધક નીરજ સક્સેના JSI યુનિવર્સિટીના પીઆરઓ ચાન્સેલર છે. તેમની ઉપલબ્ધિઓ સાંભળીને બિગ બી પણ ઈંમ્પેસ થયા હતા. તેમણે જણાવ્યું કે તેઓ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાથે કામ કર્યું છે. અબ્દુલ કલામ તેમના બોસ રહી ચૂક્યા છે, જેમની સાથે તેમણે ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે.

નીરજે કેટલા પૈસા જીત્યા?

આ શોમાં નીરજ સક્સેના ખૂબ જ સારું રમી રહ્યો હતો. તેમણે 6,40,000 રૂપિયાની રકમ જીતી લીધી હતી, પરંતુ તે દરમિયાન તેમણે ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. નીરજે બિગ બીને અધવચ્ચે જ શો છોડવાના નિર્ણય વિશે જણાવ્યું. તેઓએ આવું એટલા માટે કરે છે કે, ગેમ શોમાં આવનાર અન્ય સ્પર્ધકોને એકવાર રમવાની તક મળે.

સ્પર્ધકની અમિતાભને અપીલ

નીરજ સક્સેનાએ કહ્યું, ‘સર, મારી એક વિનંતી છે, હું આ ગેમ છોડવા માંગુ છું. હું ઈચ્છું છું કે, બાકીના સ્પર્ધકોને તક મળવી જોઈએ. અહીં દરેક વ્યક્તિ આપણા કરતાં નાની છે, જે મળ્યું છે તે પર્યાપ્ત છે. સ્પર્ધકની આ વાત સાંભળીને હોસ્ટ અમિતાભ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *